બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ વિરુધ્ધ ચૂંટણી અધિકારીએ ચૂંટણી યોજી 


જામનગર મોર્નિંગ - જામનગર 

ગુજરાત ભરમાં તા. 16-12ના રોજ બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ હતી, જ્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પણ ચૂંટણી યોજવાની હતી જેમાં નીતિ નિયમો વિરુધ્ધ ચૂંટણી થઈ રહી હોય જેની જાણ લેખિતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને કરતા ચૂંટણી જ્યાં સુધી સૂચનના આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી હતી, તો પણ ચૂંટણી અધિકારીઓએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ વિરુધ્ધ ચૂંટણી અંગે નિર્ણયો જાહેર કરી દેતા લાલપુર તાલુકાના વકીલ મિત્રોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.