જામનગર મોર્નિંગ - દ્વારકા
ભાણવડ તાલુકાના મોડપર ગામમાંથી એક શખ્સને ઈંગ્લિશ દારૂની બાર નંગ બોટલ સાથે ઝડપી લઈ કાર્યવાહી સપ્લાયરનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના મોડપર ગામમાં સ્મશાન પાસેથી વિપુલભાઈ મોરી અને વેજાણંદભાઈ બેરાએ બાતમીના આધારે ટપુ લાખાભાઈ હુણ નામના શખ્સને 12 નંગ ઈંગ્લિશ દારૂની બોટલ કિંમત રૂ. 4800 સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો રાણાવાવ તાલુકાના સાજણાવારા ગામે રહેતો રામા કરમણ ઉલવા નામના શખ્સ પાસેથી ખરીદ્યો હોય જેથી રામાને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
0 Comments
Post a Comment