રૂ. 5.30 લાખનો મુદામાલ કબ્જે: એલસીબી, સીટી એ દ્વારા કાર્યવાહી: ત્રણ ફરાર

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો કરી ઈંગ્લિશ દારૂની 399 નંગ બોટલ કબ્જે કરી રૂ. 5.30 લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સને ઝડપી લઈ ત્રણની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ધૂંવાવ ગામ પાસેથી આવી રહેલી એક મોટરમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી પરથી સોમવારે સાંજે એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી હતી. ત્યારે હરદીપભાઈ ધાધલ અને શીવભદ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે ધૂંવાવ પાસે હાઉસીંગ બોર્ડના મકાન પાસેથી પસાર થતી મોટરને રોકાવી એલસીબીએ તેની તલાસી લેતા મોટરમાંથી ઈંગ્લિશ દારૂની ૩૩૧ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે કચ્છના ભચાઉ ગામના રહેવાસી નરેશ ભગવાનદાસ સાધુની અટકાયત કરવામાં આવી છે. અંદાજે રૂ. ૧,૩ર,૪૦૦ ની કિંમતનો શરાબનો જથ્થો, મોબાઈલ અને રૂ. ૩ લાખની મોટર મળી કુલ રૂ. ૪,૩૭,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સની પૂછપરછમાં તેણે આ જથ્થો કચ્છના રાપર ગામના સુરેશ કોળીએ મોકલાવ્યો હોવાની અને જામનગરના પાર્થ જાંબલી નામના શખ્સે મંગાવ્યો હોવાની કબુલાત કરી છે.

જ્યારે જામનગરના ગાંધીનગર નજીકના મચ્છરનગર પાસે ભરાતી શાકમાર્કેટ નજીકથી સોમવારે રાત્રે  પસાર થતા રોહિત વિનોદભાઈ બાંભણીયા નામના શખ્સને એલસીબીના અજયસિંહ ઝાલા અને યશપાલસિંહ જાડેજાએ બાતમીના આધારે ઈંગ્લિશ દારૂની ૧પ બોટલ સાથે પકડી પાડ્યો છે. આ શખ્સનો મોબાઈલ તથા વેંચાણ માટે રાખવામાં આવેલો શરાબનો જથ્થો તેમજ તેનું બાઈક મળી કુલ રૂ. ૪૧ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, અશોકભાઈ સોલંકી, ધાનાભાઈ મોરી, વનરાજભાઈ મકવાણા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.

ઉપરાંત માલદેભુવનમાં રહેતો કિશન ઉર્ફે કે.કે. કનખરા નામનો શખ્સ માલદેભુવનમાં આવેલ છેલ્લી દીવાલે જાહેરમાં આવેલ બાથરૂમમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતો હોવાની બાતમી શૈલેષભાઈ ગઢવી અને મહેન્દ્રભાઈ પરમારને મળતા દરોડો કરી ઈંગ્લિશ દારૂની 52 નંગ બોટલ કિમંત રૂ. 26,000નો મુદામાલ કબ્જે કરી કિશન નાસી જતાં શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ડોડીયા, ખોડુભા જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા અને વીરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.

અને જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેઝ-૩ પાસે આવેલા એપલ ગેઈટ નજીકથી સોમવારે રાત્રે પસાર થતા દિગ્વિજય પ્લોટની શેરી નં. ૪૯ માં રહેતા વિમલ વાલજીભાઈ અમલ નામના શખ્સને પોલીસે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સના કબજામાંથી ઈંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી વિમલની ધરપકડ કરી છે.