જામનગર મોર્નિંગ - જામનગર
જામજોધપુરમાં વેપારી મોબાઈલ રીપેરીંગ કરતા હોય ત્યારે તેમની દુકાનમાંથી રૂ. 9000ની રોકડ રકમની કોઈ ઉઠાંતરી કરી લઈ ગયું હોય તેની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ગણતરીના કલાકોમાં એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામજોધપુર શહેરમાં આવેલ કન્યા છાત્રાલય રોડ પર ક્રિષ્ના મોબાઈલ નામની રીપેરીંગની દુકાન ચલાવતા નિતીનભાઈ ધીરજલાલ ચિત્રોડાની દુકાનમાં પોતે જ્યારે મોબાઈલ રિપેરીંગ કરતા હોય ત્યારે નજર ચૂકવી કાઉન્ટરમાંથી કોઈ શખ્સ રૂ. 9000ની રોકડ રકમ લઈ ગયો હોય જેની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
જ્યારે જામજોધપુર પોલીસ સ્ટેશનના ઋષિરાજસિંહએ બાતમીના આધારે વાંસજાળીયા ગામના રેલ્વે સ્ટેશન પાસેથી જામજોધપુર તાલુકાના બળથીયા ગામના વતની અને હાલમાં રાજકોટમાં કોટડાસાંગાણી ગામમાં રહેતો અશ્વિન વલ્લભ મકવાણા નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા રૂ. 9 હજારની ચોરી કર્યા હોવાનું કબૂલી પોલીસે રૂ. 6500 રિકવર કર્યા હતા.
0 Comments
Post a Comment