- પૃથ્વીવાસીઓ ઉપર લેશમાત્ર ખતરો નથી
અમેરિકી સ્પેસ એજન્સીની જાહેરાત બાદ વિશ્વભરમાં કુતૂહલ: નવો ધૂમકેતુ સી/૨૦૨૨ ઈ-૩ (ઝેડટીએફ) પસાર થશે: અંતરિક્ષમાં હજુ પણ વણશોધાયેલા ગ્રહો-ધૂમકેતુ વિગેરે વિહાર કરે છે: તા. ૧૬મી મધ્યરાત્રિ બાદ ઉદિત થઈ સાંજના અસ્ત થશે: રાજયમાં વિજ્ઞાન જાથા નવા ધૂમકેતુથી લોકોને અવગત કરશે
જામનગર મોર્નિંગ - અમદાવાદ
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ તા. ૧૨મી એ ૫૦ હજાર વર્ષ બાદ ધૂમકેતુ પૃથ્વી-સૂર્યની નજીકથી પસાર થવાની ઘટનાની જાહેરાત કરતાં વિશ્વભરમાં કુતુહલ સાથે ઉત્તેજના વ્યાપી જવાથી રોમાંચકારી બનવા પામી છે. બ્રહ્માંડમાં હજુ પણ અસંખ્ય ધૂમકેતુઓ, ગ્રહો વણશોધાયેલા અંતરીક્ષમાં વિહાર કરે છે. ગુરૂવાર મધ્યરાત્રિ બાદ ઝવીકી ટ્રાન્ઝિન્ટ સેલીટી નામનો ધૂમકેતુ પસાર થવાનો છે. તેથી ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ વધુ માહિતીપ્રદ લોકો સુધી મુકવાનો નિર્ણય કર્યો છે.જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે અંતરિક્ષનું રહસ્ય જાણવા વૈજ્ઞાનિકો સતત પ્રયત્નો સાથે સંશોધનો કરે છે જે કાયમ માટે માનવ હિતકારક સાબિત થયેલ છે. નવા શોધાયેલા ધૂમકેતુથી પૃથ્વીવાસીઓએ જરા પણ મય-ડર રાખવાની જરૂર નથી. કોઈપણ પ્રકારનો ખતરો નથી. રોજીંદી દિનચર્યામાં વ્યસ્ત રહેવું, અફવાઓથી સાવધાન રહેવા જાથા અપીલ કરે છે.
ખગોળશાસ્ત્રીઓએ ગત વર્ષના માર્ચમાં વાઈડ ફિલ્ડ સરવે કેમેરા દ્વારા આ ધૂમકેતુને નિહાળ્યો હતો. તે સમયે તે બુધની કક્ષામાં હતો ત્યારે તેની ચમક–ચળકાટ સામાન્ય કરતાં વધારે હતી. સામાન્ય રીતે ધૂમકેતુ થીજી ગયેલા ગેસ અને ધૂળથી નિશ્ચિત એક કોસ્મિક સ્નોબોલ છે. જે સતત સૂર્યની પરિક્રમા અંતરીક્ષમાં વિહાર કરે છે. આકારમાં તે નાનો હોય છે પણ સૂર્યની નજીક પહોંચતા ગરમ થાય છે અને તેની પાછળ ગેસ અને ધૂળની ચમકતી પૂંછડી સર્જાય છે જેનું કદ ઘણા ગ્રહો કરતાં વધારે હોય છે. આ ધૂમકેતુ તા. ૧૨ મી ગુરૂવારે અંતરીક્ષમાં નજીક જોવાનો અવસર પ્રાપ્ત થવાનો છે. વાતાવરણ-આકાશ સ્વચ્છ હશે તો જ જોઈ શકાશે. જ
વધુમાં જાથાના જયંત પંડયા જણાવે છે કે સી/૨૦૨૨ ઈ-૩ (ઝેડટીએફ) નામનો ધૂમકેતુ સૂર્યથી ૧૬,૬૭,૪૧,૭૮૬.૬૮૨૨૨ કિ.મી. દૂર એટલે આશરે સોળ ૧૬ કરોડથી વધુ કિલોમીટર દૂર હશે જયારે પૃથ્વીથી ૧૨,૪૫,૨૫,૨૭.૫૭૦૬૮ કિ.મી. દૂર એટલે આશરે ૧૩ કરોડ કિલોમીટ૨ આસપાસ દૂર જોવા મળશે. આ ધૂમકેતુનું ઉદય મધ્યરાત્રિ બાદ તા. ૧૨ મી એ ૨ કલાક ૨૧ મિનિટે ઉદિત થશે. મધ્યે સવારે ૯ કલાક ૨૯ મિનિટ અને અસ્ત સાંજના ૪ કલાક ૩૮ મિનિટે થવાનો છે. સૂર્ય પાસેથી પસાર થશે.
અંતમાં વિજ્ઞાન જાથાએ દેશભરમાં અવકાશી ઘટનાની માહિતી લોકો સુધી પહોંચાડવાનું અભિયન આદર્યું છે તેના ભાગરૂપે નવા ધૂમકેતુની પસાર થવાની ઘટના અંતરીક્ષ છે. માનવજાત ઉપર કોઇપણ પ્રકારનો ખતરો નથી. સ્વચ્છ આકાશમાં જોઈ શકાશે.
0 Comments
Post a Comment