બેટી પઢાઓ થી આગળ ધપી અન્ડર ૧૭ની દિકરીઓ કેન્દ્ર સરકારના “ખેલો ઇન્ડીયા"માં ઝળકી: ટ્રસ્ટના પ્રમુખ અને સંસદસભ્ય પૂનમબેન માડમનું પ્રોત્સાહન-કોચ- મેનેજર-ટીમ ની જહેમત થી બાળાઓની ફુટબોલ ટીમએ અનેરો જુસ્સો
જામનગર મોર્નિંગ - જામનગર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા કહે છે કે "જો ખેલતા હૈ વહ ખીલતા હૈ" ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ખેલકુંભના આયોજન કરાવ્યા તેવીજ રીતે પ્રધાનમંત્રી તરીકે દેશભરમાં " ખેલે ઇન્ડીયા"ના આયોજનો દ્વારા બાળકો તેમજ યુવાનોને ખાસ કરીને રમત ગમતની તક પુરી પાડી રહ્યા છે ત્યારે એવીજ એક સ્પર્ધામાં જામનગર અને કાલાવડનુ નામ રોશન થયુ છે.સેવા-સારવાર-શિક્ષણ-સ્પોર્ટસ-જનઉત્કર્ષ સહિતની વિવિધ જનલક્ષી પ્રવૃતિઓનો વ્યાપ ધરાવતા સ્વ. એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટની ટીમ સૌરાષ્ટ્ર ઝોન ચેમ્પિયન બની છે અને "બેટી પઢાઓ" થી આગળ ધપી અન્ડર ૧૭ની દિકરીઓ કેન્દ્ર સરકારના “ખેલે ઇન્ડીયા"માં ઝળકી છે. મહત્વની બાબત એ છે કે, ટ્રસ્ટના પ્રમુખ અને સંસદસભ્ય પૂનમબેન માડમ આ માટે ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યુ હતુ તેમજ -કોચ- મેનેજર ટીમ ની જહેમત થી બાળઓની ફુટબોલ ટીમએ અનેરો જુસ્સો દર્શાવ્યો છે જે પ્રસંશનીય અને અભિનંદનને પાત્ર છે.
આ અંગેની વિગત મુજબ કેન્દ્રીય રમત ગમત મંત્રાલય તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા આયોજિત ખેલો ઇન્ડિયાની ફૂટબોલ રમતમાં અંડર 17 ગર્લ્સ વિભાગમાં, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ ખાતે, કાલાવડની સ્વ. એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટની ટીમ ચેમ્પિયન બનેલ છે.
સપ્ટેમ્બર થી ડિસેમ્બર દરમ્યાન દર રવિવારે લીગના ધોરણે રમાયેલા મેચોમાં, કાલાવડ સબ કોચિંગ સેન્ટરની સ્વ. એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટની 17 વર્ષ નીચેની વયની બાળાઓની ફૂટબોલ ટીમ ટેબલ ટોપ બનીને વિજેતા બની છે. લીગ ટુર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વગર ખૂબ સરસ પ્રદર્શન સાથે આ દીકરીઓએ કાલાવડ અને જામનગરનું નામ રોશન કરેલ છે.ટીમના મુખ્ય સ્પોન્સર અને ઓનર સંસદસભ્ય પૂનમબેન માડમે આ તકે દરેક ખેલાડી અને કોચ- મેનેજરને અભિનંદન પાઠવેલ છે. ટીમની સફળતા પાછળ મુખ્ય કોચ સંદીપ સિંગ અને લેડી કોચ મૌલિકા મેડમનો મહત્વનો ફાળો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી રિલાયન્સ ઈન્ડ. તરફથી જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન અને એના અંડરમાં દત્તક લીધેલ સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ ફુટબોલ કોચીંગને પ્રોત્સાહનરૂપે પૂર્ણ આર્થિક સહયોગ મળતો રહ્યો છે. જેના કારણે જામનગરના ફૂટબોલ ખેલાડીઓનુ સ્ટેટસ રાજ્ય કક્ષાએ ઝડક્યું છે, એમ આ વિગતો આપતા. જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસો.ના સેક્રેટરી આનંદભાઈ માડમની અખબારી યાદીમાં જણાવાયું છે.
0 Comments
Post a Comment