જામનગર મોર્નિંગ - જામ ખંભાળિયા (કુંજન રાડિયા) 

ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદની દેવભૂમિ દ્વારકા જિલ્લાની બેઠક તાજેતરમાં અહીંના જલારામ મંદિર ખાતે યોજવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના ખંભાળિયા શહેર તથા તાલુકાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ તરીકે કિરણબેન સરપદડીયા, મંત્રી તરીકે તપનભાઈ શુક્લા, તાલુકાના મહિલા સંયોજીકા તરીકે સંગીતાબેન ભટ્ટ, શહેર દુર્ગાવાહિની સંયોજીકા તરીકે નિરાલીબેન નિમાવત, તાલુકાના મંત્રી તરીકે મિલનભાઈ વારીયા અને સહમંત્રી વિજયભાઈ કટારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને સર્વેએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.