જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લા મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં ચૂંટણી તથા મતદાન સંદર્ભે નોંધપાત્ર કામગીરી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત તાજેતરમાં ખંભાળિયામાં યોજાઈ ગયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મહિલા પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અહીંની હરીપુર તાલુકા શાળાના શિક્ષિકા શ્રીમતી સપનાબેન રૂપારેલનું દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.