જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના રેવન્યુ પેક્ટીશનર્સ એસોસિએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા ડી.આઈ.એલ.આર. કચેરીને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.

આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે હાલ સિટી સરવે વોર્ડ નં. ૧૩, ૧૪, ૧પ-સી તથા ૧પ-એ માં રાવલિયાભાઈને બદલી આપવામાં આવેલ છે જેઓ હાલ ઓક્ટમ્બર-નવેમ્બર માસની અરજીઓ અન્વયે કામ કરે છે. સિટી સરવે વોર્ડ નં. ૧પ-બી માં વિશાલભાઈને બદલી આપવામાં આવેલ છે જેઓ હાલ નવેમ્બર-ડિસેમ્બર માસની અરજીઓ અન્વયે કામ કરે છે.

સિટી સરવે કચેરી દ્વારા અસલ અરજીઓ સોગંદનામા વિગેરે ખૂટતા અંગે અરજીઓ સાદી પોસ્ટ દ્વારા પરત કરવામાં આવે છે. જેમાં અસલ અરજીઓ સોગંદનામા વિગરે પક્ષકારોને પરત મળતા જ નથી.

(ખરી હકીકતે આ નિયમ વિરૃદ્ધ છે જો અરજદારની અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ હોય તો અરજદારને ૭ દિવસનો યોગ્ય સમય આપી ખૂટતા ડોક્યુમેન્ટની પૂર્તતા કરવાનો નિયમ છે, પરંતુ સ્થાનિક અધિકારી દ્વારા આવી કોઈ જ પ્રકારની જાણકારી આપ્યા વગર જ અરજદારની અરજી પોસ્ટ દ્વારા પરત કરી નાખવામાં આવે છે અને સરકારના નાણાનો ખોટો બગાડ કરવામાં આવે છે. પરત રહેલ અરજી સમયસર અરજદાર કે એડવોકેટને પરત મળતી નથી. ખરી હકીકતે સિટી સરવે કચેરીમાં રેગ્યુલર અરજીઓ, વારસાઈ નોંધો, મોરગેજ નોંધો વિગેરે એડવોકેટ મારફતે આવતી હોય છે અને એડવોકટ રેગ્યુલર પોતાના અરજદારની નોંધો માટે સિટી સરવે કચેરી આવતા જ હોઈ છે તેમજ અરજીઓમાં અરજદાર તથા એડવોકેટને મોબાઈલ નંબર પણ હોય છે. શા માટે સરકારના નાણાનો ખોટો બગાડ કરી પોસ્ટ મારફતે અરજી પરત કરવામાં આવે છે? તેને બદલે અરજદાર તથા એડવોકેટને મોબાઈલ નંબરમાં જાણ કરીને અથવા એડવોકેટ રૃબરૃ આવે ત્યારે તેમની અરજીની રજૂઆત કરીને તેમની રૃબરૃમાં જ પરત અરજીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.

સરકાર દ્વારા કોઈપણ અરજીઓમાં સેલ્ફ એટેસ્ટેડનો નિયમ અમલીમાં છતાં પણ અધિકારીઓ દ્વારા સેલ્ફ એટેસ્ટેડને કારણે અરજી પરત કરવામાં આવે છે.

સિટી સરવે કચેરીમાં જ્યારે વારસાઈ નોંકની અરજી દાખલ કરવામાં આવે ત્યારે અધિકારીઓ દ્વારા એવી જાણ કરવામાં આવે છે કે મરણનો દાખલો અસલ રજૂ કરો, પરંતુ હાલ સરકારશ્રી દ્વારા કોઈપણ રેકર્ડ ઓનલાઈન છે, છતાં પણ યેનકેન પ્રકાર અધિકારી દ્વારા હેરાન-પરેશાન કરીને અસલ મરણનો દાખલો રજૂ કરો તો જ અરજીની આગળની કાર્યવાહી થશે તેવી રજૂઆત કરે છે અને નહિંતર અરજી પરત કરવામાં આવે છે.

જન્મ-મરણનો ફરજિયાત નોંધણીનો કાયદો સને ૧૯૭૦ ની સાલમાં આવેલ છે તે અન્વયે આ પહેલાના મરણના કિસ્સાઓમાં મરણના દાખલા રજૂ કરવાનો આગ્રહ રાખે છે. હાલ મજકુર સાલ પહેલાના મરણ નોંધાયેલ ન હોય તે કેશમાં છૂટછાટ કરવાની જરૂરિયાત છે.

સિટી સરવે કચેરીમાં નવા ભળેલા વિસ્તારમાં અધિકારી દ્વારા અરજદારની અરજીની સાથે સિટી સરવે નંબરનું સોંગદનામું કરવાનું કહેવામાં આવશે. તે ખરી હકીકતે ગેરવ્યાજબી છે. કારણ કે સમગ્ર બિનખેતીની જગ્યાનું એટલે કે પ્લોટ નંબર, શીટ નંબર, વોર્ડ નંબર, સિટી સરવે નંબર વિગેરેનું રેકર્ડ ઉપલબ્ધ હોવા છતાં પણ ખોટી રીતે સિટી સરવે નંબરના સોંગદનામાની માંગણી કરવામાં આવે છે તે ગેરવ્યાજબી છે.

સિટી સરવે કચેરીમાં અધિકારીઓ દ્વારા સિટી સરવે નંબરોમાં પૈકી નોંકો પાડેલ હોય છ. તે પૈકી નોંધોમાં અરજદારોને/એડવોકેટને સમગ્ર જગ્યાની હિસ્સામાપણી કરી કાર્ડ અલગ કરવાનું કહેવામાં આવે ત્યારે ફરજિયાતપણે સબ-પ્લોટીંગ/સબ-ડિવિઝનના હુકમ તથા પ્લાનની માંગણી કરવામાં આવે છે.

(ખરી હકીકતે સેટલમેન્ટ કમિશનરશ્રી અને જમીન દફ્તર નિયામક, ગાંધીનગર દ્વારા તા. ર-૧-ર૦૧૬ ના અપાયેલ પરિપત્ર અનુસાર હિસ્સા માપણીના દેશોમાં રેકૃડ દુરસ્તી અન્વયે સ્થાનિકે પરિસ્થિતિ મુજબની હિસ્સા માપણી અન્વયેની સૂચના આપેલ જ છે, આમ છતાં બાબતની અવગણના કરી નાખવામાં આવે છે).

જી.આઈ.ડી.સી.ની અરજીઓમાં આખા સિટી મોટા મીટરના કાર્ડ હોય જી.આઈ.ડી.સી. દ્વારા સબ-પ્લોટ અન્વયેના પોતાના હુકમથી સબ-પ્લોટ કરેલ હોય તેવા કિસ્સા સિટી સરવે કચેરી દ્વારા ફરજિયાત સબ-પ્લોટીંગ/સબ-ડિવિઝનની માંગણી કરવામાં આવે જે તદ્ન ગેરવ્યાજબી છે.

ફ્લેટ વાઈઝ હિસ્સા માપણી સિટી સરવે કચેરી દ્વારા જ કરવામાં આવેલ છે. આમ છતાં દસ્તાવેજમાં મૂળ સિટી સરવે નંબર નાખેલ હોવા છતાં તેમની પાસે તમામ રેકર્ડ તેમની પાસે ઉપલબ્ધ હોવા છતાં ફ્લેટવાઈઝ હિસ્સા માપણી અન્વયેના સોગંદનામુની માંગણી કરવામાં આવે છે. આ તમામ બાબતો-રજૂઆતને ધ્યાને લઈને તાકીદે યોગ્ય નિરાકરણ કરવા માંગણી કરવામાં આવી છે.