જામનગર મોર્નિંગ - ભાણવડ તાલુકાના કબરકા ગામ માંથી પાણીની કેનાલ પસાર થાય છે ત્યાં કેનાલ માંથી નળીઓ ગોઠવીને પાણીની ચોરી કરાતી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કેનાલ માંથી નળીઓ ગોઠવીને કેનાલ બહાર નદીમાં થઈને અન્ય વિસ્તારમાં પાણી લઇ જવાય છે જયારે ખરેખર કેનાલ મારફત જ્યાં પાણી લઇ જવાનું છે ત્યાં પૂરતું પાણી પહોંચી શકતું નથી આગળથી પાણીની ડાયવર્ટ કરી લેવાતા આ અંગે યોગ્ય થાય તેવી પણ માંગ ઉઠી છે.