જામનગર મોર્નિંગ - દ્વારકા
દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા નિલેશભાઈ વશરામભાઈ ડાભી નામના 40 વર્ષના સતવારા યુવાનનો કોઈ બાબતનો કોર્ટ કેસ દ્વારકામાં રહેતા પ્રકાશ મનસુખભાઈ મોટલા અને ધર્મેન્દ્ર મનસુખભાઈ મોટલા સામે ચાલતો હતો. જેમાં આરોપી કેસ હારી જતા આ બાબતનો ખાર રાખી, ફરિયાદી નિલેશભાઈ તથા તેમની સાથે સાહેદ વિનોદભાઈને આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, લાકડીઓ વડે માર મારી, ફ્રેક્ચર જેવી ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઇપીસી કલમ 323, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
0 Comments
Post a Comment