જામનગર મોર્નિંગ - ગુજરાત 


સસરા જમાઈની આ જોડીએ અનેક ચોરીને અંજામ આપ્યો છે. જોકે હાલતો એક ચોરીના ગુનામાં સસરા જમાઈ પોલીસ પકડમાં આવી ગયા બાદ પૂછપરછમાં અનેક ચોરીઓ કબૂલી છે.

પોલીસ ગીરફ્તમાં રહેલા આ બંને શખ્સ બદ્રરુદિન ઉર્ફે અનવર સૈયદ અને શહીદ ઉર્ફે સા અરબ છે. આ બંને આમતો સસરો અને જમાઈ થાય છે. આ સસરા જમાઈની જોડી ભેગી મળીને વાહન ચોરીને અંજામ આપે છે. અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક આઇસર ચોરીની ઘટના બની હતી જેની ફરિયાદને આધારે પોલીસે આ સસરા જમાઈની જોડીની ધરપકડ કરી છે. સસરા જમાઈની જોડીએ આઇસર ચોર કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ધરપકડ બાદ પૂછપરછ કરતા આ બંનેએ અન્ય ચોરીઓની પણ કબૂલાત આપી હતી.

સસરા બદરુદ્દીન વડોદરા રહે છે અને વાહન ચોરીમાં નિપુણ છે. બદરુદ્દીનનો જમાઈ શહીદ અમદાવાદ રહે છે. એક વખત સસરાને ચોરી કરવા માટે જમાઈએ ટીપ આપી હતી અને બાદમાં બંને સાથે જ વાહન ચોરી કરવા નીકળતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે સસરા જમાઈએ અમરાઇવાડી માંથી આઇસર ચોરી સહિત અન્ય પાંચ ચોરીની પણ કબૂલાત આપી છે. જેમાં ઉતરપ્રદેશનાં સિકંદરારાવ, ખોખરા, બગોદરા, આણંદ ટાઉન, ભરૂચ માં પણ વાહન ચોરી કરી હોવાની હકીકત સામે આવી છે.

સસરા જમાઈની જોડી હાઈવે પર અથવા અન્ય કોઈ જગ્યાઓ પર પડેલા વાહનો ની ચોરી કરતા હતા. ખાસ કરીને જ્યાં સીસીટીવી હોતા નથી અથવા વાહનો સીસીટીવીની નજરમાં આવે નહીં તે રીતે પાર્ક કરેલા હોય તો તેના વાયરીંગ દ્વારા વાહન શરૂ કરી લઈ ચોરી કરતા હતા. ઉલ્લેખનીય છે કે સસરા બદરુદ્દીન અને જમાઈ શહીદ દ્વારા છ જેટલા વાહન ચોરીની કબૂલાત કરી છે ઉપરાંત સસરા બદરુદ્દીન અગાઉ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 26 જેટલા ગુનાઓમાં ધરપકડ કરી છે. હાલતો અમરાઇવાડી પોલીસે સસરા જમાઈની જોડીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથેજ વધુ કોઈ ચોરી કે અન્ય ગુનાઓ નોંધાયા છે કે કેમ અથવા તો સસરા જણાઈ સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.