સોલિડવેસ્ટ, રેસ્ટોરન્ટ-હોટલ, વેસ્ટ-ઇન્ડસ્ટ્રીઝ, વેસ્ટ-કેટલ વેસ્ટ-કન્સ્ટ્રક્શન વેસ્ટના પાલનમાં નિષ્ફળ મનપા

રણજીતસાગર રોડ જેવા હાઇવેની જેમ ધમધમતા માર્ગ ઉપર ચોખ્ખાઇ રખાવવા કોન નડે છે? કોઇ કાર્યકર્તાની રેસ્ટોરન્ટ છે? રોડ ઉપર ત્રાસ ફેલાવાનો પરવાનો છે? બોલતા દ્રશ્યો છતાંય સ્માર્ટ સીટીના ચીથરા ઉડાડતા કૃત્યોની ફરિયાદ અને જો કોઇ નબળો સબળો હોય તો "કઇક" લય આવી દાટી મારી  આવે


જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)

સ્માર્ટ સીટી માટે વોટીંગ થયા હતા તેના એક દ્રશ્યથી વાત શરૂ કરીએ તો રણજીત સાગર રોડ ગ્રીન સિટી પાસે જાહેર રોડ પર આવેલ રેસ્ટોરન્ટમાંથી રેસ્ટોરન્ટ વેસ્ટ જેમા કોહવાયેલો ખોરાક એઠવાડ વાસણના ઉટકાયેલ કે ધોયેલ પાણી જ્યાં જાય છે તે  ગટરોનુ પાણી જાહેર રોડ પર દરરોજ આવે છે જેનાથી રોગચાળો ફેલાઈ છે અવાર નવાર તંત્રને રજુઆત કરી તેમ છત્તાં પણ રેસ્ટોરન્ટ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને રોડ પણ પાણીનો ભરાવો રહે છે ત્યારે પ્રશ્ન એ છે કે પગલા કેમ નહિ? ચોખ્ખાઇની ફરજ કેમ નથી પડાતી?

ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર જન સુખાકારીની વાત કરે છે તો આ ત્રાસ દૂર કરવાનુ કેમ નહી? સ્માર્ટ સીટી પછી બનાવજો વોટ પછી લેજો પહેલા શહેરમાં નિયમિત પેટ્રોલીંગ કરો અને આવા રેસ્ટોરન્ટ વાળાવને સબક શીખવાડો જો સ્વચ્છ જામનગર ક્લીન જામનગર હેલ્થી જામનગર કરવુ હોય તો પહેલા ક્લીન જામનગર કરાવો, કોણ કરાવશે? ગ્રીન સીટી વિસ્તારનુ આ ઉદાહરણ જ્યાં રોજનો ત્રાસ છે ત્યા સિવાય પણ શહેરમા અનેક સ્થળોએ હાલાકી છે ત્રાસ છે તો ન્યુસન્સ દંડ કેસ પગલા કેમ નહી?

બંધારણ મુજબ શુદ્ધ પર્યાવરણ પુરૂ પાડવુ ફરજીયાત છે તેમજ કોર્પોરેશનની અઢાર ફરજીયાત સેવા જીપીએમસી એક્ટ મુજબ છે તો શુ જામનગરની સાત સાડા સાત લાખ જનતા ને શુદ્ધ વાતાવરણ મળે છે? ચુંટણી સમયે આ વખતે દરેક પ્રાણપ્રશ્ર્ન પ્રજાજનો યાદ રાખશે કેમકે વિપક્ષ ને તો આ ત્રાસ દેખાતો નથી જેના અનેક કારણો છે. 

એકંદર વેસ્ટ મેનેજમેન્ટમાં બોદી કોર્પોરેશનને એવોર્ડ મળે છે શેના? કેમકે શેરી ગલી તો ઠીક મુખ્ય રોડ ગંદા છે તો સવાલ તો થાય જ ને? ખાસ કરી ને સોલિડવેસ્ટ, રેસ્ટોરન્ટ એન્ડ હોટલ વેસ્ટ-ઇન્ડસ્ટ્રીઝ વેસ્ટ-ઇ, વેસ્ટ-કેટલ વેસ્ટ-કન્સ્ટ્રક્શન વેસ્ટના મેનેજમેન્ટના  પાલનમાં જામનગર  મનપા નિષ્ફળ રહી છે, તો મારા ભાઇ સાયબો તમે રૂપકડી મીટીંગો શેની કરો છો શહેરીજનોની સ્થાનીક સેવા સુવિધા માટે મનપાની જવાબદારી પણ નિભાવો તેવો લોકસૂર ઉઠ્યો છે. 

શહેરના અનેક વિસ્તારોમાંથી જો કોક કોક વિસ્તાર કે રોડ ના નામ લઇએ તો ગ્રીનસીટી રોડ, સાધનાકોલોની, હીરજી મીસ્ત્રી રોડ, ખોડીયાર કોલોની, એસટી બસ સ્ટેન્ડને લગત તળાવ, પંચેશ્વર ટાવર, લીમડાલાઇન, તનબતી, હોસ્પીટલ રોડ, દરબાર ગઢ, દિગ્વીજય પ્લોટના અનેક મુખ્ય રોડ, હાથી કોલોની, પાણાખાણ, ગુલાબનગર, હરિયા કોલેજ રોડ સહિત મુખ્ય રોડ ઉપર ત્રાસદાયક ગંદા પાણી, કચરા, ગંદકી, કોથળા, ગાભા, પસ્તી, કચરા, બળેલા કચરા, ટાયર રોડ ઉપર હોઇ જન આરોગ્ય, વાહન ચાલકો, રાહદારીઓ, દર્દીઓ માટે ધીમા ઝેર જેવુ જોખમ ઉભુ કરે છે તેમજ આ બધા જ રોડ ઉપર વારંવાર લાઇન લીકેજ ખાડા તુટેલા ગટરના ઢાંકણા સહિતની સમશ્યાનો ત્રાસ વારંવાર લોકોને કેવો છે તેની ચિંતા કોર્પોરેશનને નથી ચુંટાયેલાઓને પણ નથી અને ઉપરથી જો અરીસો બતાવીએ તો ભડકે છે કાં દબાવે છે કાં ધરાર પુરતુ જેવુ તેવુ કામ કરે છે બાકી ફરિયાદ કરો તો મેસેજ આવી જાય કે ફરિયાદ નો નિકાલ થય ગયો છે અને વાસ્તવિકતા જુદી હોય છે. (ઢોર-કુતરા પાર્કીંગ ટ્રાફીક વગેરે મુદા તો અલગથી બતાવવા પડશે). 

ફરીથી નિંભર સતાવાળાવનો કાન આમળીએ તો રણજીતસાગર રોડ જેવા હાઇવેની જેમ  ધમધમતા માર્ગ ઉપર ચોખ્ખાઇ રખાવવા કોન નડે છે? કોઇ કાર્યકર્તાની રેસ્ટોરન્ટ છે? રોડ ઉપર ત્રાસ ફેલાવાનો પરવાનો છે? બોલતા દ્રશ્યો છતાંય સ્માર્ટ સીટીના ચીથરા ઉડાડતા કૃત્યોની ફરિયાદ છતાય અને જો કોઇ નબળો સબળો હોય તો "કઇક" લય આવી દાટી મારી  આવે છે.

મ્યુ. કમીશનર પ્રદીપ શર્મા જુદી જુદી ટીમો લઇ શહેરમા ગમે ત્યારે નીકળતા અને કચરા કેરણ ગંદકી ઢોળાયેલા પાણી ખાડા દબાણ   ખુલીગટર જુદા જુદા વેસ્ટ ફેંકાતા હોય કચરા સળગાવાય ઢગલા કરાય વગેરે અનેક પ્રકારના ન્યુસન્સના સ્થળ ઉપર દંડ કરાવતા કેસ કરાવતા ત્યારે લોકો રસ્તા ઉપર થુંકતા પણ ડરતા હતા એ બધુ જ કાયદા ફરજને જવાબદારી મુજબ ના પગલા હતા (આ તો ખાલી યાદ કરાવ્યુ દાનત હોય તો બધુ જ થાય તે વખતે મહાકાય અધીકારીઓ ફફડતા હતા અને હવે? ક્લબ કલ્ચરના મેયર જામનગરથી બદલવામાં વ્યસ્ત કમિશનર અધીકારીઓના દુષ્કાળ પ્રમાણીક ચેરમેન દબાણ સહિતના મુદે દરેક સ્ટેન્ડીંગ કમીટી મીટીંગમા અધ્યક્ષ સ્થાનેથી સુચના આપે છે કેમકે તેમને ધગશ છે નગર માટે કઇક કરવાની જો તેમની દરેક સુચના ના પાલન થાય તો શહેરમા ઘણુ સાનુકુળ થાય જેમકે પાણીના વહેણ વચ્ચે ના દબાણ દૂર કરવા, ઉભરાતી ભુગર્ભ તરત રીપેર કરવી, પાણી લીકેજ બંધ કરવા, ખાડા બુરવા, સ્પીડબ્રેકર નિયમુજબ કરવા, ફુટપાથ દબાણ દૂર કરવા, જાહેરમા ગંદા પાણી કચરા જે આસામીના કારણે થતા હોય તેના કેસ કરવા સફાઇની ઝુંબેશ કરવી ઘોડા ગધેડા વાળા ડીકેવી સર્કલ તળાવની પાળે અડીંગા કરે છે અકસ્માત થાય છે તેમને દૂર કરવા ગટરના ઢાંકણા બદલવા ગંદકી કરનાર સામે પગલા લેવા કરકસર થી કામ કરવુ વગેરે વગેરે અત્યાર સુધીની આ ચેરમેનની ૨૪૦ થી વધુ સુચનાઓ છે તેમાથી લગત વિભાગોએ  કેટલુ પાલન કર્યુ? કોક તો કહો મારા ભાઇ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને લાંછન ન લગાઓ જે કરવાનુ છે એ કરો "મલાઇ" તો કામ કરતા કરતા ય મળશે માટે નગરજનોને સુખાકારીની ઝલક તો દેખાડો નહિ તો શરમ કરો....!!!!