જામનગર મોર્નિંગ - જામનગર
બિટકોઇન પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયાની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલીયાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ફાયરિંગના કેસમાં ગુજરાત એટીએસ અને દ્વારકા એસઓજીએ બે આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી હતી. બિટ કોઈન કેસ સાથે સંકળાયેલી નિશા ગોંડલીયા 2019માં ફાયરિંગ થયું હતું. મૂકેશ સિંધી અને અયુબ દરજાદાની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ચોંકાવનારી વિગતો એવી છે કે, નિશા ગોંડલીયાએ પોતાના પર જાતે જ ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો આક્ષેપ જામનગરના જયેશ પટેલ અને યસપાલ જાડેજા પર નાખ્યો હતો. ત્રણેય વચ્ચે આર્થિક વ્યવહારો હોવાનુ સામે આવ્યું છે.
યશપાલસિંહ જાડેજા વિરૂધ્ધ ખોટી ફરિયાદ કરનાર નિશાને હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે તેના આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
0 Comments
Post a Comment