જામનગર મોર્નિંગ - જામ ખંભાળિયા (કુંજન રાડિયા)
ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખા તથા ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા એસપીસી કેડેટ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ તથા ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા એસપીસી એસ.એન.ડી.ટી. શાળાના વિદ્યાર્થીઓને અહીંના જોધપુર ગેઈટ પાસે ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક રુલ્સ અંગે માહિતી તેમજ વાહન ચલાવતી વખતે પોલીસ દ્વારા કયા પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવે છે, તે અંગે પ્રથમ મૌખિક તથા ત્યાર બાદ વાહન ચાલકો પાસે રહેલાં ડોક્યુમેન્ટ અંગેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગેની માહિતી આપવામાં આવી હતી.
0 Comments
Post a Comment