જામનગર તા.૧૦ જાન્યુઆરી, 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતા હસ્તકની જિલ્લા અભિલેખાગાર કચેરી, જામનગર ખાતે આગામી તા. ૨૦/૦૧/૨૦૨૩ એટલે કે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન ઝરમરની ઝાંખી કરાવતા ફોટોગ્રાફસનો પ્રદર્શન કાર્યક્ર્મ યોજવામાં આવશે. તા. ૨૦ના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૦૭:૦૦ સુધી જિલ્લા અભિલેખાગાર કચેરી, ડેન્ટલ કોલેજની સામે, પથિક આશ્રમ, જામનગર ખાતે પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો ઇતિહાસ રસિકો, વિદ્યાર્થીઓ તેમજ જામનગરની જાહેર જનતાને લાભ લેવા માટે જિલ્લા અભિલેખાગાર કચેરીના અધિક્ષક શ્રી વાય.પી. નેનુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે..
0 Comments
Post a Comment