સરકારની સંમતિ કે અભિપ્રાય વગર ઓળવી ગયા નાણાં!!! 

વડાપ્રધાન આપણી પરંપરાગત જીવન અને ચીકીત્સા પદ્ધતિ વિશ્વ કક્ષાએ લઈ જાય છે ત્યારે ઘર આંગણે નિષ્ઠા છે??? 

ફાર્મસીનુ વળી જંગી કમઠાણ, તો ચંદન ના લાકડા ચોરાયા: ટેન્ડર વગર ખરીદી ખર્ચના રીકવરી અને બિનજરૂરી ખર્ચના LADના ઓડીટમા નીકળ્યા થોકબંધ પેરા

વિદ્યાર્થીઓના હિતનુ અધિકારોનુ રક્ષણ થાય છે??? તપાસનો વિષય કેમકે બિનઅધીકૃત રીતે જાણવા મળતી બાબતો ચિંતાજનક: કેમ્પસમા રાત્રે અવરજવર તો નથી થતો ને?કો"ક તપાસ તો કરો

કરાર પર તેમજ આઉટ સોર્સ થી કોને રખાય છે?? ? પોતાનાઓને જ તો સગેવગે વાવણા

બધુજ સુચારૂ અને યોજનાબદ્ધ નિયમસર પ્રમાણીકતા પારદર્શિતા સમર્પિતતાથી  ચાલે ને આપણા શાસ્ત્રની ગરીમા જળવાય તે માટે નિર્દેશ જરૂરી: નહી તો હજુય બહાર આવી રહેલી સીરીયલ બંધ દાસ્તાનો જે ચોંકાવનારી છે: તપાસો મંડાય તેવી દસ્તાવેજી પુરાવા સાથેની માહિતી જાહેર થવા થનગને છે

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં જેમ અનેક વખત થાય છે તેમ વધુ એક નાણાકીય ગેરરિતીનો ઓડીટમા ધડાકો થયો છે સામાન્ય કર્મચારીઓની તરફેણના ચુકાદા આવે કે જેનો તુરંત અમલ જ કરવાનો હોય છે તેમા સરકારમાં કાગળો લખી અભિપ્રાય માંગે માર્ગદર્શન માંગે ટલ્લે ચડાવે તેની સામે  પોતાના લાભમાં નાણાં ઓળવી જવામાં સરકારનો અભિપ્રાય કે માર્ગદર્શન પણ ન લેવાયુ ને જલદી લાભ લઇ લો આપણી મેળે બનાવી લો બીલ તેવુ કરી નાખ્યુ જે નાણા ફરી ભરવા પણ પડ્યા છે. 

ખાસ કરીને વડાપ્રધાન આપણી પરંપરાગત જીવન અને ચીકીત્સા પદ્ધતિ વિશ્ર્વ કક્ષાએ લઇ જાય છે ત્યારે ઘર આંગણે નિષ્ઠા છે?? તે અંગેની વાસ્તવિકતા ખુબ ચોંકાવનારી છે. 

ઉપરછલ્લુ જોતા જોઇએ તો ફાર્મસીનુ વળી જંગી કમઠાણ છે દવાઓની થય રહેલી ખરીદી અંગે ઘણા મુદાઓ મેમા તરીકે છે તો  કોક કહે ચંદન ના લાકડા ચોરાયા....!! પણ ખબર નથી કોણ ચોરી જાય ક્યા જાય છે?? જો કે આ તપાસનો વિષય છે

તો વળી ટેન્ડર વગર ખરીદી ખર્ચના રીકવરી અને બિનજરૂરી ખર્ચના LADના ઓડીટમા થોકબંધ પેરા નીકળ્યા છે તેમજ ખરીદી સેવા લેવી કોન્ટ્રાક્ટ આપવા વગેરે માટે નાણાં વિભાગના ઠરાવ મુજબ ટેન્ડર બહાર પાડવા તન ભાવ મંગાવવા વગેરેનુ પાલન ન કર્યાના ઓડીટમાં ઘણા દાખલા પેરાના સ્વરૂપમાં મળે છે વળી પેરાઓની પુર્તતાની તો કોઇને પડી જ નથી. 

આ ઉપરાંત આ શૈક્ષણીક અને સંશોધન ના ધામમાં વિદ્યાર્થીઓના હિતનુ અધિકારોનુ રક્ષણ થાય છે?? તપાસનો વિષય કેમ કે બિનઅધીકૃત રીતે જાણવા મળતી બાબતો ચિંતાજનક છે તેમજ

કેમ્પસમાં રાત્રે અવરજવર તો નથી થતો ને??કો"ક તપાસ તો કરો તેમ અમુક ચબરાકો જણાવે છે આટલુ ઓછુ હોય તેમ કરાર પર તેમજ આઉટ સોર્સ થી કોને રખાય છે?? પોતાનાઓને જ તો વગે વાવણા થાય છે માટે ખાસ કરીને બધુ જ સુચારૂ અને યોજનાબદ્ધ નિયમસર પ્રમાણીકતા પારદર્શિતા સમર્પિતતાથી  ચાલેને આપણા શાસનની ગરીમા જળવાય તે માટે ઝડપી નિર્દેશ જરૂરી છે નહી તો હજુય બહાર આવી રહેલી સીરીયલ બંધ દાસ્તાનો જે ચોંકાવનારી છે જે બાબતો એવી છે કે જેના ઉપરથી તપાસો મંડાય તેવી દસ્તાવેજી પુરાવા સાથેની માહિતી જાહેર થવા થનગને છે. 

આપણો દેશ આપણા અનેક  પ્રાચીન વારસાથી સમૃદ્ધ છે એવુ જ એક શાસ્ર આયુર્વેદ છે જે માત્ર ગોળી ગુટીકા વાટીકા રસ રસાયણ ચુર્ણ ફાકી કઢા કવાથ પુરતુ સિમિત નથી સૌ પ્રથમ તો શરીરનુ સંપુર્ણ સચોટ ટકોરાબંધ જ્ઞાન તેમા છે તેમજ શરીરની ક્રિયાનુ વિજ્ઞાન છે (સમગ્ર વિશ્ર્વ એ હવે સ્વીકારવુ પડ્યુ છે) સાથે સાથે સારૂ જીવન જીવવાના તેમજ સાજા રહેવાનુ શાસ્ર છે તેમજ જરૂર પડ્યે ઔષધીઓની તમામ વિગતો અપાઇ છે ખાસ તો આહાર વિહાર ના નિયમો જે જણાવ્યા છે તેનુ પાલન ખુદ આયુર્વેદ યુનિ. કેમ્પસમાં પાલન થાય છે કે નહિ તે સર્વેની બાબત છે. 

નાણાકીય ગેરરિતીઓમાના એક જ દાખલા ઉપર વિગતે પ્રકાશ પાડીએ તો જાણવા મળ્યુ કે આયુર્વેદ કોલેજ વિશ્વની એકમાત્ર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પૂર્વે ઈન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ એન્ડ આયુર્વેદ (આઇપીજીટીએન્ડઆરએ) કાર્યરત હતું, જેનું હવે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ( ઇટરા ) નામકરણ થઈ ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા બનતાં જૂના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા હતા. આ રેકોર્ડ તપાસતાં આઇપીજીટીએન્ડઆરએના તત્કાલીન મદદનીશ કુલસચિવ દ્વારા અધિકારીઓને જોગવાઇઓને ઉપર વટ જઈને ૪ ટકા ઇજાફો ચૂકવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે છઠું પગારપંચ મંજૂર કર્યું એ વખતે કર્મચારીઓને પ્રોત્સાહન મળે એ માટે ગ્રુપ એ ( વર્ગ - 1 ), પે બેન્ડ-3 માટે વેરિએબલ ઇન્ક્રિમેન્ટ રૂપે 3થી 4 ટકા આપવા વિચારાયું હતું. આમાં નોન-ટીચિંગ સ્ટાફ માટે કોઈ જોગવાઈ નહોતી. આવી બાબતો કર્મચારીઓ વચ્ચે ભેદભાવ સર્જે એમ માનીને બાદમાં આ જોગવાઈનો અમલ પણ કરવામાં આવ્યો નથી.

આઈપીજીટીએન્ડઆરએ (હવે ઇટરા)ના તત્કાલીન મદદનીશ કુલસચિવ અને મહેકમ વિભાગના વડાએ 10-09-2008થી નોકરીમાં જોડાયા હોવા છતાં તેમણે પોતે અને અન્ય કર્મચારીઓને આ લાભ આપીને સતત ચાર વર્ષ સુધી નાણાકીય લાભ લીધો હતો. આ સમગ્ર હકીકતનો પર્દાફાશ જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ થયેલી એક અરજીમાં સંસ્થા તરફથી અપાયેલા જવાબમાં થયો છે.

ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ એન્ડ આયુર્વેદ (ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ )માં મદદનીશ કુલસચિવ 10-09-2008ના રોજ જોડાયા હતા. છઠ્ઠું પગારપંચ તા.01-07-2009થી અમલી બનતાં 1 જુલાઈ 2009ના તેમને  અને બીજઓ એમ કુલ આઠ કર્મચારીએ સરકારી માર્ગદર્શિકાનું ખોટું અર્થઘટન કરીને લાખોની રકમ ઇન્ક્રિમેન્ટ પેટે મેળવી હતી. 1 જુલાઈ 2013ના રોજ આ કુલસચીવ  અને બીજાને આવો ઇજાફો આપવા જતા તત્કાલીન કુલપતિશ્રી એમ. એલ. શર્માનું ધ્યાન પડતાં આ ગેરરીતિ અટકી હતી. આમ જોઈ શકાય છે કે સતત ચાર વર્ષ સુધી તેમણે આ લાભ લીધો હતો અને પરિણામે તેમનો અંતિમ પગાર ઊંચો થતાં એને આધારે તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં નાયબ કુલસચિવ તરીકે હાલ ઊંચો પગાર મેળવી રહ્યા છે. જ્યારે બીજાઓ દ્વારા ખોટા અર્થઘટનથી મેળવેલી રકમ ઓડિટ પારાના વાંધાને ધ્યાને રાખી ઑફિસમાં રિકવરીરૂપે પરત કરી છે, પરંતુ જેને કારણે અને જેણે લાભ લેવા આ ખોટું અર્થઘટન કર્યું એવા કુલસચિવએ રિકવરી પણ ભરી નહીં હોવાના આક્ષેપો થઇ રહ્યા છે, પરંતુ તેમણે આ રકમ ભરી દીધી હોવાનું જણાવ્યુ છે. 

વળી, છઠ્ઠા પગારપંચમાં માત્ર 3 ટકા ઇજાફાની જોગવાઈ કરવામાં આવી હતી છતાં કર્મચારીઓ સતત સરકારની ઉપરવટ જઈને લાભ ખાટવામાં માહેર હોય છે, એમ તત્કાલીન મદદનીશ કુલસચિવે પોતે સતત ચાર વર્ષ સુધી 4 ટકા ઇજાફો મેળવીને ઊંચો પગાર મેળવ્યો હતો. પાપ છાપરે ચઢીને પોકારે એમ ઓડિટમાં આ હકીકતોનો પર્દાફાશ થતાં અન્ય કર્મચારીઓએ વધારાની રકમ ચૂકવીને પોતાની પ્રામાણિકતા છતી કરી હતી, પરંતુ નિયમનું ખોટું અર્થઘટન કરીને ખોટી રીતે ઇજાફો અન્ય અધિકારીઓને ચૂકવનારા અને ખુદ પણ લાભ લેનારા કુલસચિવ કેન્દ્ર સરકારનો એ વિભાગ છોડી રાજ્ય સરકારની આયુર્વેદ યુનિવર્સિટીમાં નાયબ કુલસચિવ તરીકે પ્રથમવાર તક નહીં મળતાં બીજીવારમાં સફળતાં મેળવી હતી અને ત્યાં પણ મહેકમના વડા તરીકે નિયુક્તિ પામ્યા છે. આટલું પૂરતું ન હોય એમ વળી ઇજાફાની વધારાની રકમ પણ પરત નથી કરી. જો આ કૌભાંડની યોગ્ય તપાસ કરવામાં આવે તો સરકારની તિજોરીમાંથી ચૂકવાયેલી લાખો રૂપિયાની રકમ પરત મળી શકે એમ છે. આજની તારીખે આ રકમ રૂપિયા 3,45, 929 જેટલી થાય છે. વ્યાજ સાથે આ રકમની ગણતરી કરીએ તો આંકડો બહુ ઊંચો જાય એમ છે.

પોતાનાવ સાચવવા કરારાધારીત ભરતી

મહત્ત્વના પદ પર નિવૃત્ત પંચાયતના કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓની નિમણૂકો કરાઈ એક બાજુ રાજ્યમાં યુવાઓને રોજગારી મળતી નથી, પરંતુ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં મહેકમ, હિસાબી, પરીક્ષા અને કુલસચિવ કાર્યાલયમાં 60થી વધુ ઉંમરના નિવૃત્ત કર્મચારીઓને કરાર આધારિત નોકરીએ રાખીને રાજ્ય સરકારના વહીવટી વિભાગના ઠરાવોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. આવા મહત્ત્વના પદ પર ઓએસડીના રૂપાળા નામે રાજ્ય સરકારની તિજોરી અને યુનિવર્સિટીના ડેવલપમેન્ટ ફંડનો ઉપયોગ કરવામાં આવે છે. તારીખ 7 જુલાઈ 2016ના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ 62 વર્ષ પછી નિવૃત્ત કર્મચારીઓને નોકરી પર રાખી શકાતા નથી, પરંતુ આ રીતે નિમણૂક કરીને સરકારના નિયમોની ઐસી-તૈસી કરવામાં આવી રહી હોવાની હકીકતો પ્રકાશમાં આવી છે, જેમાં કયા અધિકારીની કયા હોદ્દા પર નિમણૂક કરવામાં આવી છે અને તેમની વય કેટલી છે એ હકીકત રજૂ કરી છે.

કરાર આધારિત બે કર્મચારીની 22 વર્ષથી સેવા અવિરતપણે ચાલુ હોય તેવા દાખલા પણ છે તારીખ.12-05-2000ના મહેકમ શાખાના દફતરી હુકમ 1029થી એક ની તદ્દન કામચલાઉ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં તેમનો ભવિષ્યમાં નોકરી માટે કાયમી થવાનો કોઈ દાવો રહેશે નહીં એવી શરતે આપવામાં આવે છે. એ જ રીતે તા.19-07-2000ના મહેકમ શાખાના દફતરી હુકમ આઉટવર્ડ નંબર વિના એક ને તદ્દન કામચલાઉ નિમણૂક ભવિષ્યમાં નોકરી માટે કાયમી થવાનો કોઈ હક્ક દાવો રહેશે નહીં એવી શરતે આપવામાં આવી હતી. નિયમિત કર્મચારીઓને તેમના બેઝિકના 3 ટકાથી વધારે ઇજાફો મળતો નથી, પરંતુ આ બંને કર્મચારી પ્રતિ વર્ષ 2000 રૂપિયાનો ઇજાફો મેળવતા હોવાની ફરિયાદ ઊઠી છે, જે 10 ટકાથી વધારે છે. 2500 રૂપિયાથી શરૂ કરેલી હંગામી આ નોકરી આજે કોર્ટ કેસ કરીને કાયમી થાય તો રાજ્ય સરકારને લાખોનું ભારણ વધે તેમ છે. આ બંને કર્મચારી હાલમાં પીએસ ટુ વીસી તરીકે અને ભૂતકાળમાં પીએ ટુ રજિસ્ટ્રાર રહેલા કર્મચારીના પિતરાઈ ભાઈઓ છે. હાલમાં પણ યુનિવર્સિટીમાં જ્યાં જુઓ ત્યાં સગાંવાદ ધરાવતા કર્મચારીઓ જોવા મળે છે. આ બંને કર્મચારી 22 વર્ષથી યુનિવર્સિટીના મહત્ત્વના વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે. નાયબ કુલસચિવ જાડેજાએ આ બંને કર્મચારીએ કેસ કર્યો હોવા છતાં તેમની પાસે બાંયધરીપત્રક ભરાવીને તેમની નિમણૂકો ચાલુ રાખી છે.

કુલસચીવનો બચાવ

ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ એન્ડ આયુર્વેદ ( ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ )માં તત્કાલીન મદદનીશ કુલસચિવ તરીકે ફરજ બજાવનારે એ  એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે મે ઇન્ક્રિમેન્ટ માગ્યું નહોતું. ઓથોરિટીએ મારા પર્ફોર્મન્સના આધારે 4 ટકા ઇન્ક્રિમેન્ટ આપ્યું હતું. પછી ઓડિટ વાંધા આવ્યા કે સરકારમાં નિયમ નથી એટલે રિકવરી પાત્ર થાય છે, એટલે મેં રિકવરી કરાવી દીધી હતી અને રકમ પણ ભરી દીધી હતી. કેટલા લોકોને ઇન્ક્રિમેન્ટ આપ્યા હતા એ મારા ધ્યાનમાં નથી, પણ મારી મેટર હતી એટલે મને ખ્યાલ છે. અને બહુ જૂની મેટર છે. સરકારનો જ એક પત્ર હતો, જેમાં એવી જોગવાઇ હતી કે પર્ફોર્મન્સના આધારે અધિકારીઓને સ્પેશિયલ ઇન્ક્રિમેન્ટ આપવા. આ પત્રના આધારે ઓથોરિટીએ સ્પેશિયલ ઇન્ક્રિમેન્ટ આપ્યા હતા. પાછળથી હુક્મ રિવોક થયો એટલે ઓડિટે કહ્યું હતું કે હવે આ રૂલ રહેતો નથી, જેથી તેમની રિકવરી કરવાની થાય છે, એટલે રિકવરી ચૂકવી દીધી હતી. નિયમ તો ફાઇનાન્સમાં એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિએ સામેથી ના માગ્યા હોય અને ચૂકવી દેવામાં આવ્યા હોય એવા કિસ્સામાં ઓડિટ ઓબ્જેકશન આવે તોપણ રિકવરી ના થઇ શકે. આ અંગેના કોર્ટના પણ ઘણાં બધાં જજમેન્ટ છે છતાં મે ગુડફેઇથમાં આપી દીધાં, પરંતુ કેટલી રકમ ભરી છે એ મારી જાણમાં નથી. બીજા કેટલા લોકોએ રકમ ભરી તેમના પણ મને આઇડિયા નથી.

તેમજ તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે 62 વર્ષથી વધુ વય ધરાવનારી વ્યક્તિઓને નોકરી પર રાખવામાં આવી હોવાની વિગત મારા ધ્યાનમાં નથી. મહેકમ શાખાના ઇન્ચાર્જને પૂછી શકો છો. કુલપતિની મંજૂરી લઇને કોઇપણ ઓર્ડર થતા હોય છે. આ બાબત અત્યારે મારા ધ્યાનમાં નથી.

નેતાઓ મીનીસ્ટર કે દિલ્હી ગાંધીનગરથી નેતાઓ અધીકારીઓ આવે ત્યારે લીગો લીગો ને ગલુ ગલુ થતા તસ્વીરમાં તેમજ રૂબરૂ જોવા મળનાર ડાયરેક્ટર વ્યસ્ત લે બોલ. 

ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ એન્ડ આયુર્વેદ ( ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ )ના ડાયરેકટર અનુપ ઠાકરે  જણાવ્યું હતું કે હું સતત વ્યસ્ત છું. મારે વિશેષ જાણકારી મેળવવી પડે એમ છે, એથી હાલમાં હું કાંઈ કહી શકું એમ નથી....લે બોલ આમા શુ કરવુ??

દિલ્હી આયુષમાં "કલાકાર" ના અહીના શિષ્યોને બખ્ખા

જામનગરમા આ યુનિ. મા કુલપતિ તરીકે હતા ને નિવૃત થયેલા કલાકાર કે અનેક બાબતોના કસબી દિલ્હી આયુષમા બિરાજે છે તેના અહીના શિષ્યો તેમજ ખુશ કરવાના માહિર અમુક ઉપર ચાર હાથ રહે છે અને ત્યાથી વિકાસ માટે રીલીઝ થતા ફંડ ના તે કલાકાર ની યોજના મુજબ બધુ જ થાય ખર્ચ ખરીદી વગેરે થાય છે તો અમુક ખર્ચ થાય પરંતુ તે કામ દેખાય નહી તેવુ બનતુ નથી ને?? કો"ક તપાસ તો કરો ....!!! અહી બીજી આ વાત સાથે જરાપણ સુસંગત નથી તેવી વાત જાણીએ તો સૌરાષ્ટ્ર મા એક વિસ્તાર જ્યા ખાસ વિકાસ ની જરૂર છે ત્યા એક મહત્વનો રોડ લગત સતામંડળે બનાવ્યો પણ કાગળ ઉપર જ....મારા સાયબ...વીસ વર્ષ મા ત્રીસ વખત ત્યા રોડ બન્યો અને વાસચતવિક રીતે હજુ ત્યા રોડ  જ નથી...!! આવી ચર્ચા મજાક શરમજનક વાતો અમુક ચર્ચા કરતા હોય પરંતુ ખરાઇ તો કરવી પડશે તો સત્ય સામે આવશે ત્યા સુધી આક્ષેપો અન્યાય ગણાય છે.

"શિકાર"____દલા તરવાડી જેવો ઘાટ....સાયબ બીલ બનાવુ આઠ દસ હજારનુ...?? બનાવ ને બાર પંદર હજારનુ.....અરે શાકભાજી ખરીદીઓમાં પણ મલાઇ

અનેક ઉદાહરણો જ્યાથી મળી આવે છે અને ઉપરથી સુઘડ અને સ્વચ્છ લાગનારાઓ માના અમુકના દિમાગમા કોઇ સુંવાળો શિકાર કરવો કે કરાવવો કે  મીલ બાટકે ખાવ ની મેલી મુરાદો  કે શિકાર બીજે  ખવડાવવા મોકલવા  ને મજબુરીઓના લાભ શોષણ ના ગીધડા જેવા ફાયદા લેવા અનેક રીતે પડતા ખેલ ના ગ્રંથ લખાય શકે તેમ અમુક સુત્રો જણાવે છે જે પણ તપાસ કરવાની જરૂર છે તો સત્ય બહાર આવી શકે છે સુત્રો ઉમેરે છે કે શાકભાજીની ખરીદી મા ધોબીકામ મા કે ધટતી ઔષધી કે ભાડે વાહનોરાખવા વગેરે અનેકમા પણ મલાઇ તારવી લેવા અમુક માહિર હોવાની ચર્ચા છે. 

ચાલો કઇક નવુ જાણીએ તો

 " સાયબ અમદાવાદ ઓફીસ કામે ગયેલો તો ખર્ચ આમતો સાડાચાર હજાર થયો પરંતુ બીલ બનાવુ ?? આઠ દસ હજારનુ?? આવો એક તરફથી અવાજ આવે તો તુરંત બીજી તરફ થી ઉત્સાહ સાથે અવાજ આવે બનાવ ને યાર બાર પંદર હજારનુ......" આવો યુનિવર્સીટીનો  વહીવટી કારસાનો સારાંશ છે તેમ કહેવાનો કોઇ અર્થ નથી.....આ તો દલાતરવાડીનો જોક છે તે ને આ યુનિવર્સિટીના અનેક વિભાગોમાંથી અમુકમાં આવુ થાય છે તેવો અર્થ નીકળતો નથી અથવા સુસંગત પણ નથી આ તો માત્ર આ ઝલક પાર્ટમાં હળવાશ આપવાનો માત્ર પ્રયાસ છે.