સૂર્ય-મકર રાશિમાં પ્રવેશના ધાર્મિક ક્રિયાકાંડો નર્યુંતૂત: અવકાશી ઘટનાને માનવજીવન સાથે લેશમાત્ર સંબંધ નથી: જરૂરિયાતમંદને મદદ કરવી માનવીની નૈતિક ફરજ-ચેરમેન પંડયા: પિતૃઓને મોક્ષ, ગતિ માત્ર ભારતમાં કલ્પના સાથે હિંડલીલા, લોકઈચ્છા મુજબ શનિ-રવિવારે માનવ ધર્મના કાર્યોમાં પ્રદાન આપવું: પાપ-પુણ્ય, મોક્ષ સંબંધી કલ્પનાઓને ફગાવવા જાથાનો અનુરોધ

જામનગર મોર્નિંગ - અમદાવાદ


ભારતમાં સદીઓથી માનવ ઉત્સવ, ઉજવણીમાં અમુક લેભાગુઓ મનઘડત ગતકડાઓ મુકી અસમંજસ ઉભી લોકોમાં દ્વિધા ઉત્પન્ન કરે છે તેની સામે રોષ વ્યકત કરી કુદરતના નિયમ મુજબ ૩૬૫ દિવસ દાન-પુણ્ય કરી શકાય છે તેમાં ચોક્કસ દિવસોએ ક્રિયાકાંડ-કર્મકાંડ કરવા નયું તુત છે. જરૂરિયાતમંદને મદદ કરવી માનવ ધર્મ છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશના તમામ ધાર્મિક નિયમો અપ્રસ્તુત અવૈજ્ઞાનિક હોય ફુગાવવા ભારત જન વિજ્ઞાન જાથાની લોકોને અપીલ છે.

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આ વર્ષે શનિવારને બદલે રવિવારેમકરસંક્રાંતિએ દાન-પુણ્ય, મોક્ષ, પિતુઓને ગતિ સંબંધી તરેહ તરેહની સલાહ-સુચના સાથે ધાર્મિક ક્રિયાકાંડો દર્શાવવામાં આવ્યા છે તેનો ભય-ડર કાઢી લોકઈચ્છા મુજબ શનિ કે રવિવારે માનવ ધર્મ બજાવવા અપીલ કરવામાં આવે છે. ત્યૌહાર-ઉત્સવોની ઉજવણી સંબંધી ભારતમાં સદીઓથી ક્રિયાકાંડો બતાવવામાં આવે છે જે માત્ર અમુક લેભાગુઓની મનની ઘેલછા સાથે ગતકડું છે. ધાર્મિક દ્રષ્ટિ કરતાં વિજ્ઞાન દ્રષ્ટિથી જ માનવનું કલ્યાણ-પ્રગતિ થવાની છે. વૈધાદિ નિયમો, પાપ-પુણ્ય, મોક્ષ, હોમ-હવન, તલનું દાન, સ્નાન કરવું, પ્રાણીઓમાં રોગચાળો, સોનું, હળદર, દુધ મોંઘા વિગેરે સંક્રાંતિના કારણે મોંઘા થાય તે લેભાગુની મનનું ગતકડું છે તે કુદરત નિયમ વિરૂદ્ધની વાત છે. અત્યારે મોંઘી વસ્તુઓ સસ્તી થાય તેની વાત કરવાની જરૂર છે. આવું ફળકથન કરનારની માનસિક વિકલાંગતાથી જાથા જોવે છે. રવિવારે તલ દ્વારા સ્નાન કરવું તે દરિદ્ર માનસિકતા છે. સંક્રાંતિ સંબંધી ફળકથનો જાથા બાળીને ભસ્મ કરશે. ભારતની ગરીબાઈમાંથી અનેક પ્રશ્નો, કુરિવાજો, પરંપરાઓ, માન્યતા જોવા મળે છે તે દુઃખદ છે. સમૃદ્ધ દેશોમાં આ પ્રકારના ક્રિયાકાંડો જોવા મળતા નથી.


વધુમાં જયંત પંડયા જણાવે છે કે મકરસંક્રાંતિ તા. ૧૪ કે તા. ૧૫ બંને દિવસે દાન-પુણ્ય કરવાથી અશુભ કે નુકશાન સાબિત થવાનું નથી. મોક્ષ, પિતૃની ગતિ હજુ સુધી કોઈ સાબિતી આપી શકયું નથી તેથી અવૈજ્ઞાનિક, કલ્પનાઓની સલાહનો દેશનિકાલ કરવો જરૂરી છે. કર્મકાંડ ક્રિયાકાંડોથી લોકોને અધોગતિ-બરબાદી મળી છે તે નજરે જોઈ શકાય છે તેમાંથી શીખ લેવા જાથા અનુરોધ કરે છે. ધાર્મિક દ્રષ્ટિકોણની વાતોથી લાભ કરતા નુકશાની વધુ છે. વિજ્ઞાન દ્રષ્ટિકોણથી દેશની પ્રગતિ છે.

અંતમાં તા. ૧૪ મી કે તા. ૧૫ મી બંને દિવસો મકરસંક્રાંતિની ઉજવણી લોકઈચ્છા મુજબ કરવા જાથાએ અપીલ કરી છે.