હરિવંદના કોલેજની સમજકાર્ય વિભાગની વિદ્યાર્થીનોના હસ્તે તાજેતરમાં ત્રંબા ગામમાં બહેનો દીકરીઓને "પ્રોજેક્ટ મુસ્કાન" અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવેલ. જેમાં કિશોરીઓને શારીરિક સ્વતચ્છતા વિષે સુંદર સેમીનાર પણ યોજવામાં આવેલ.
આ સતકર્મને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર રૂપલબેન રાઠોડ, કોમલ મારવિયા , જ્યોતિ લુહાર, કિંજલ બોરીચા તથા હરિવંદ કોલેજના સ્ટાફે સુંદર જહેમત ઉઠાવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૯ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે . ઉપરાંત છેલ્લા ૫ વર્ષથી " પ્રોજેક્ટ મુસ્કાન " દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવી રહ્યું છે . આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે શ્રી મનીષભાઈ રાઠોડ ( મો ૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.
0 Comments
Post a Comment