ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે શાળા નં-૧૮ ની પ્રાકૃતિક શિબિર યોજાઈ હતી. આ પ્રાકૃતિક શિબિરમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા અને અભ્યારણ્ય પ્રાકૃતિક ટીમ દ્વારા યાયાવર પક્ષીઓ , ચેરના વૃક્ષો, જંગલની ઉપયોગીતા  વિશે માર્ગદર્શન આપવામા આવ્યું અને પર્યાવરણ વિષયક સચોટ વ્યાખ્યાન આપવામા આવ્યું.  શિબિરમાં અપાયેલ માર્ગદર્શન પર પ્રશ્નોતરી સ્પર્ધામાં શાળાના ૫૦ વિધાર્થિનીઓએ  હર્ષભેર ભાગ લીધો. રાત્રી સભા, ફાયર કેમ્પ, જંગલ ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.  શાળાના શિક્ષક, મોતીબેન કારેથા, નીતાબેન ભાલોડીયા, કોમલબેન સવસાણી, રંજનબેન નકુમ, શીલાબેન નિમાવત, રામગોપાલ મિશ્રા, કમલેશભાઈ સોલંકી અને  ફોરેસ્ટ  ટીમે શિબિર દરમ્યાન ઉતમોતમ સેવા આપી હતી. મુખ્ય શિક્ષક દીપક પાગડાએ ''ખીજડીયા પક્ષી અભયારણ્ય રાત્રી પ્રાકૃતિક શિબિર" હેતુકક્ષી કાર્યક્રમને સફળ બનાવવા માટે  પ્રયત્નશીલ તમામ વિધાર્થિનીઓ, શિક્ષકો અને ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓને ધન્યવાદ પાઠવ્યા હતાં.