જામનગર તા.૨૬ જાન્યુઆરી, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના ૭૪ માં પ્રજાસતાક પર્વની ઉજવણી  ધ્રોલના ભુચરમોરી ખાતે કરવામાં આવી હતી. આ તકે મંત્રીશ્રીએ શહીદ વનમાં સ્થિત નમો વડ વનની ખાસ મુલાકાત લીધી હતી.

 આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા અને ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા..