જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના પોલીસ તંત્ર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર માં આગામી 14 મી ફેબ્રુઆરીએ મેગા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો પોતાના ધંધા રોજગાર માટે સરળતા થી લોન મળી શકે, તેના અનુસંધાને જામનગરના પોલીસ વિભાગ દ્વારા આગામી 14 ફેબ્રુઆરીના દિવસે પોલીસ હેડ ક્વાર્ટરમાં મેગા લોન મેળો યોજાઈ રહ્યો છે. જુદી જુદી બેંકના પ્રતિનિધિઓ હાજર રહેશે અને લોન લેવા ઈચ્છુક લોકોને પોલીસ તંત્રની હાજરીમાં લોન આપવા માટેની વ્યવસ્થા કરી દેવાશે.લોકો વ્યાજખોરીના દૂષણથી બચે, તેના અનુસંધાને ગુજરાત રાજ્ય- ગાંધીનગરના પોલીસવડાના માર્ગદર્શન મુજબ તેમજ પોલીસ મહાનિર્દેશક રાજકોટ વિભાગના અશોકકુમારની રાહબરી હેઠળ જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં આગામી 14 મી ફેબ્રુઆરીના સવારે 11 વાગ્યાથી બપોરે 4વાગ્યા સુધી શરૂ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં મેગા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળમાં બેંકના પ્રતિનિધિઓ, તેમજ જામનગર શહેર જિલ્લાની સહકારી બેંકના પ્રતિનિધિઓ હાજર રહેશે જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જરૂરિયાતમંદ લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.