જામનગર મોર્નિંગ - જામનગર 


રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તક કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જુનાગઢ દ્વારા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા શહેર અને ગ્રામ્યના બાળ પ્રતિભા શોધ સ્પર્ધા વિજેતાની પ્રદેશકક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં જામનગર શહેર શહેર કક્ષાએ શાળા નં. 18 જામનગરની દેવાંશી પાગડાએ એકપાત્રીય અભિનયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું અને સૌરાષ્ટ્ર પદેશકક્ષાએ જામનગર શહેરનું પ્રતિનિધત્વ કરી પ્રતિભા દેખાડી હતી. મોતીબેન કારેથા અને હિરલબેન પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આ બાળ સ્પર્ધકને ડીએસઓ કચેરીના ટીમ મેનેજર શક્તિસિંહ જાડેજાએ સેવા આપી હતી. શાળાનું ગૌરવ વધારવા બદલ બાળ પ્રતિભા સ્વરૂપ દેવાંશી પાગડાને વર્ગ શિક્ષક સંદીપ રાઠોડે રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી, માર્ગદર્શકો અને ટિમ મેનેજરનો શાળાના આચાર્ય દિપક પાગડાએ શાળા પરિવારવતી અભિનંદન પાઠવ્યા હતા.