જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા શહેરના બેડી વિસ્તારથી માંડી સિક્કા સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રૂ. 49.66 લાખની વીજચોરી ઝડપાઇ હતી. 

જામનગરની સ્થાનિક ૫ીજીવીસીએલ કચેરી દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત શરુ કરવામાં આવેલી વીજ ચેકીંગ કાર્યવાહીમાં પટેલ કોલોની, સેન્ટ્રલ ઝોન, સાત રસ્તા અને સિક્કા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓની છત્રીસ ટૂકડીઓ સવારથી નગરના નવાગામ ઘેડ, ધરારનગર, માધાપર-ભુંગા, જુના બંદર તથા સિક્કા સુધીના ગ્રામ્ય પંથકોમાં ચેકીંગ માટે ધસી ગઈ હતી. દરમ્યાન નવાગામ ઘેડ, માધાપર ભૂંગા, જુના બંદર અને ધરારનગર વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ગેરરીતિ મળી આવતા રૂ. 49.66 લાખની વીજચોરી ઝડપાઈ હતી.