વેસ્ટ ટુ એનર્જી નથી પરંતુ વેસ્ટ ટુ વર્સ્ટ થયુ.....!!!!

એબેલોનના જવાબદારો પ્રોસેસ સમયે હાજર નથી રહેતા: વારંવાર પોપલી ખાત્રી બાદ એ ની એ જ સ્થિતિ: અધીકારીઓ ક્યા છે? કમીશનર ક્યા છે? મેયર ક્યા છે?

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા) 

પ્રોજેક્ટ વખતે પ્રજાને ભોળવેલી તે પ્રેસનોટ જોઇએ તો

જામનગર શહેરમાંથી એકત્ર થતાં કચરાનો નિકાલ કરવા સાથે તેમાંથી એનર્જીનું ઉત્પાદન  કરવાના 'વેસ્ટ ટુ એનર્જી' પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રૂપિયા નેવું કરોડના ખર્ચે ગાંધીનગર વિસ્તારમાં ૧૭ એકર જમીન પર વિરાટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

આ પ્રોજેક્ટ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ર૦.૩.૧૬ના દિને ઓનલાઈન ટેન્ડર બહાર પાડી 'એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ' માંગવામાં આવેલ હતાં. જે અંતર્ગત બે પાર્ટીઓએ આ પ્રોજેક્ટમાં તેમની ઓફરો મોકલી હતી. આ બન્ને પાર્ટીઓએ પ.પ.૧૬ના દિને જામનગર મહાનગરપાલિકા સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમાંથી એબેલોન ક્લીન એનર્જી લિમિટેડનું પ્રેઝન્ટેશન અને ઓફર માન્ય રાખવામાં આવ્યું હતું અને ર.૬.૧૬ના દિને જનરલ બોર્ડના ઠરાવથી તા. ૩.૬.૧૬ના દિને એબેલોનને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે.

એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને ર૦ વર્ષ સુધીનો કન્સેશન પીરિયડ આપવામાં આવ્યો છે. ગાંધીનગરના સ્મશાન પાછળની ૧૭ એકર જમીન પર આ પ્રોજેક્ટના પ્લાન્ટનું કામકાજ શરૂ થઈ ગયું છે. જેમાં હાલ સાઈટ પર બંકર તથા પ્રિ-પ્રોસેસીંગ યુનિટના બાંધકામની કામગીરી ચાલુ છે.

આ સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવા માટે અહીં બાર હજાર વૃક્ષોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેથી ૧૮ મહિનાના સમયગાળામાં આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ત્યારે આ વૃક્ષો ઉછરીને મોટા થઈ ગયા હતાં અને સમગ્ર પ્લાન્ટનો વિસ્તાર વૃક્ષાદિત બની જશે.

આ પ્લાન્ટમાં દરરોજ અઢીસો ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતા હશે. જેમાંથી ૭.પ મેગાવોટ એનર્જીનું ઉત્પાદન થશે. ગુજરાત ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેશન કમિશન દ્વારા ઓર્ડર નં. ૪ (ર૦૧૬) દ્વારા જેનેરિક ટેરીફ નક્કી કરવામાં આવેલ છે. આ ઓર્ડર અંતર્ગત આરડીએફ આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટેનો જેનેરિફ ટેરીફ ૭.૦૭ નક્કી કરવામાં આવ્યો છે. એબેલોન ક્લીન એનર્જી લિમિટેડ અને જીયુવીએનએલ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ મહત્ત્વાકાંક્ષી અને અતિ ઉપયોગી તેમજ પર્યાવરણનું જતન થાય તેવા પ્લાન્ટની ભેટ આગામી દોઢ વરસમાં જામનગરને મળશે અને આ પ્લાન્ટનું સ્થળ એક જોવાલાયક સ્થળ બની રહેશે. હવે જામનગરવાસીઓ જ જણાવો કે આ આંબા આંબલી મુજબ નુ કઇ છે?

મહાકાલ સેના એ પણ ઝંપલાવેલુ

જામનગર શહેરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના મોટા મશીનોના અવાજના કારણે સ્થાનિક લોકોને હેરાનગતી ભોગવવી પડતી હતી, ત્યારે મહાકાલ સેનાની રજૂઆતના કારણે કંપની દ્વારા મશીનમાં સાયલેન્સર ફિટ કરી મશીનનો તીવ્ર અવાજ બંધ કરવામાં આવ્યો હતો.

જામનગરના ગાંધીનગરમાં જામનગર મહાનગરપાલિકા અને ખાનગી કંપની દ્વારા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જેના મોટા મોટા મશીનોના તીવ્ર અવાજના કારણે કંપનીની આજુબાજુ રહેતા સ્થાનિકોને ભારે હેરાનગતી ભોગવવી પડતી હતી, ત્યારે જામનગર મહાકાલ સેના દ્વારા આ બાબતે કંપનીના અધિકારીઓને રજૂઆત કરાતા મોટા મશીનોમાં તીવ્ર અવાજ ન આવે તે માટે તાત્કાલિક 4 જેટલા સાયલેન્સર ફિટ કરવામાં આવ્યા હતા, જ્યારે આગામી દિવસોમાં તીવ્ર અવાજને લગતી અન્ય કામગીરી કરવાની બાંહેધરી પણ કંપનીના સત્તાધીશોએ મહાકાલ સેનાના સભ્યોને આપી હતી.

નાગરીકો પુછો તો ખરા કે એ સાયલન્સરો ક્યા ગયા? હવે રજુઆત કોણ કરશે? 

સોમવારની રાત્રે શું બન્યુ?

જામનગર શહેરમાં છેલ્લાં બે વર્ષથી કાર્યરત રહેલી વેસ્ટ ટુ એનર્જી કંપનીના  કારણે આ વિસ્તારમાં રહેતાં લોકોને ભયંકર અવાજ-દુર્ગંધ સહિતની પડતી તકલીફો સંદર્ભે કરાયેલી રજૂઆત બાદ ધારાસભ્ય મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથે ગત રાત્રિના સ્થળ પર પહોંચ્યા હતાં અને કંપનીનું નિરીક્ષણ કરી પ્રજાના પ્રશ્ર્નોને સત્વરે ઉકેલ લઇ આવવાની ડાયરેકટર સાથે વાતચીત બાદ કંપની દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવાની બાહેંધરી આપી હતી. 

ગુજરાતમાં સૌ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જામનગરમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટમાં પર્યાવરણની રક્ષાની સાથે સાથે વીજળીનું ઉત્પાદન પણ કરવામાં આવશે. આ પ્લાન્ટમાં દરરોજ 450 મેટ્રીક ટન વેસ્ટ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવવા માટેના શરૂ કરાયેલા આ પ્લાન્ટને કારણે આજુબાજુના વિસ્તારોમાં ભયંકર અવાજ, દુર્ગંધ અને ધુમાડો થવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ દ્વારા અવાર-નવાર મહાનગરપાલિકામાં ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતા આ સમસ્યાનું નિરાકરણ થયું ન હતું. 

સોમવારે રાત્રિના સમયે ફરીથી અવાજ અને દુર્ગંધ ફેલાતા લોકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. જેથી લોકો દ્વારા ધારાસભ્ય રીવાબા જાડેજાને જાણ કરવામાં આવી હતી. જેના આધારે ધારાસભ્ય રીવાબાએ શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા, મહામંત્રી મેરામણ ભાટુને સાથે રાખી સ્થળની મુલાકાત લીધી હતી અને ધારાસભ્ય તથા ટીમે વેસ્ટ ટુ એનર્જી કંપનીના ડાયરેકટર પંકજ પટેલ સાથે વાતચીત કરી કંપનીની પ્રોસેસીંગની સંપૂર્ણ વિગતો મેળવી હતી અને આ પ્રોસેસિંગના કારણે રહેવાસીઓને પડતી તકલીફોનું તાત્કાલિક નિરાકરણ કરવા કંપનીના ડાયરેકટરને સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યની સાથે સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા કંપનીના ડાયરેકટરને કરાયેલી લોકોની સમસ્યાની રજૂઆત બાદ ડાયરેકટર લોકોની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ થાય તે દિશામાં કામગીરી કરવાની બાહેંધરી આપી હતી. બ બે વર્ષથી અપાય છે તેવી પોકળ ખાત્રી અપાઇ તે કેટલા દિવસ ચાલશે? પ્રજાનુ શુ થશે? દંડ કે કેસ કે વસુલાત થશે? કે ફરી નવા રજુઆત કરનારા પણ જાગશે? આ સવાલના જવાબ સમય આપશે એક વાત ચોક્કસ છે કે ધારાસભ્ય રિવાબા એ જે ગંભીરતાથી જનહિતમા  વિશ્લેષણ કર્યુ તેવુ વિશ્લેષણ અગાવ ક્યારેય નથી થયુ માટે લેટ અસ હોપ કે બેટર થાય.

એબેલોન વિશે થોડા સવાલ પુછી લઇએ

વિજયભાઈ રૂપાણી સંવેદનશીલએ એબેલોન શરૂ કરાવ્યો તો તેમને પેરામીટર ખબર હતા? બે વરસમાં કેટલી એનર્જી ઉત્પન્ન થઇ? પ્રદુષણ બોર્ડ મુજબ જે ભારત સરકારના હવા પાણી વેસ્ટના માપદંડ છે તે જાળવ્યા? રજુઆત કરનારા જેમા શાસક પક્ષના પ્રજા પ્રતિનિધીઓ હતા એક મહિલા કોર્પોરેટર પણ હતા તો તેમની રજુઆત નુ શુ થયુ?લેટર પેડ ઉપર પ્રેસનોટ આપી? આ ખરાબ સ્થિતિ લોકોના રહેણાકથી નજીક શા માટે કરી? પ્લાન્ટ દૂર કેમ ન કર્યો? વચ્ચે એક વાત લઇ એ તો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસ્સારએ પડતો મુક્યો તો ત્યારે દંડ વસુલાત ડીપોઝીટ જપ્ત ન કરી કેસ કર્યો તો સજ્જડ દલીલપુરાવા ન થયા રોજના ૭૦ લાખ લીટર પાણી નુ પ્રોસેસ થાય છે તો લેવલ ક્યાં? નથી માટે દરિયામાં જાય છે એ ગટરના પાણી તેની જામનગરવાસીઓ ને ક્યા ખબર છે? એબેલોન એમ જ ચાલે છે તો કોનુ હિત છે? કેટલા ભાગ પડે છે?(લોકોમા ચર્ચા) દર વખતે જુના ખસી જાય ને નવા નવા જ કેમ રજુઆત કરે છે ગાંધીનગર જ નહી મચ્છર નગર પટેલકોલોનીના છેવાડાના વિસ્તાર શાંતિનગર  કે.પી.શાહ વાડી વગેરે વિસ્તારના લોકોની યાતના ક્યારે દૂર થશે?