સરકારી પ્રાથમીક શાળામા ૨૨ વર્ષ પુરા કરી ફરજના ૨૩માં વર્ષમા પ્રવેશ કરતા શિક્ષિકાના અનેક વિદ્યાર્થીઓ આર્મીમાં પણ છે: હાલારના હીર સમાન બાળકો જે આજના યુવાનો છે તેઓ કહે છે કે અમારા ખ્યાતિ ટીચરે દરેક સંજોગોમા કેમ સફળ થવુ તે શીખવ્યુ છે જે અમે ક્યારેય નહી ભુલીએ
જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)
"સા વિદ્યા યા વિમુક્તયૈ" મુક્તિ અપાવે તે વિદ્યા નબળા વિચારોમાંથી મુક્તિ અપાવી તંદુરસ્ત વિચાર અપાવે અજ્ઞાનમાથી મુક્તિ અપાવી જ્ઞાન અપાવે અંધકારમાથી ઉજાસ અપાવે, તેમજ વિદ્યા મેળવવી જીવનભરની યાત્રા છે કહે છે ને કાયમ વિદ્યાર્થી રહેવુ કેમકે સૃષ્ટીનુ દ્રશ્ય અદ્રશ્ય જ્ઞાન કઇ રીતે મળે છે? તો કહે પહેલા માહિતી હોય બાદમા અનુભૂતિ થાય તૈતરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લીમા શિક્ષિત થવુ એટલે તેજસ્વી થવુ પવિત્ર થવુ આત્મસ્ફુરણા જગાવનારૂ થવુ વગેરે અર્થ છે.આ દરેક બાબત નો આધાર છે કે પાયાનુ ઘડતર કેવુ છે? જો પ્રાથમીક ધોરણોમા જ છોડ ને ઉછેરીયે તેમ જ બાળકોને ખુબ સરળ રીતે તેમનામા ધગશ સદાચાર ભણતર ગણતર બધુ જ સિંચન કરીએ તો તે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આગળ જતા સમજદાર નાગરીક બને છે, પરિવારના જવાબદાર સભ્ય બને છે, આ ઘડતર કરનાર શિક્ષક ને તેઓ હંમેશા યાદ રાખે છે સદનસીબે અમુક શિક્ષકો તેમની ફરજમા નિષ્ઠાવાન હોય છે અને બાળકોને ક્ષમતા મુજબ કેળવે છે જેને કેળવણી કહેવાય છે નોબેલ પ્રાઇઝ વિજેતા સન્માનનીય શ્રી ટાગોરે ખુબ સરસ કહ્યુ છે કે કેળવણી એટલે માત્ર રોટલો કેમ રળવો તે નહી પરંતુ દરેક કોળીયા ને કેમ મીઠો કરી જાણવો તે છે.
સફળ શિક્ષક
અદભૂત છે કે જીવન મા દરેક પડાવ દરેક કાર્ય દરેક તબક્કે જ્યારે રસ નિષ્પતિ નો અનુભવ થાય તો સમજવુ કે તમે કેળવણી લીધી છે નહી તો માત્ર પુસ્તકીયુ જ્ઞાન ( જે પણ ખુબ જ જરૂરી છે) જલીધુ છે એમ કહ્યુ છે જામનગર જિલ્લા પંચાયતની બેડી પ્રાથમીક શાળાના શિક્ષીકા ખ્યાતિબેન જાની એ તેમને કહ્યુ કે જુદા જુદા ગામડાઓમાં નોકરી કરી ત્યારે દરેક ગામમાં ફરજ બજાવવાનો સંતોષ થયો વિદ્યાર્થીઓ વાલીઓ ગ્રામજનો ગ્રામ પંચાયતના પ્રતિનિધીઓ સૌ નો આદર મળ્યો સાથે સાથે શાળાના સાથી શિક્ષકો નો સહકાર આચાર્યો નિરીક્ષકો તાલુકા જિલ્લા કક્ષાના અધીકારીઓ નુ માર્ગદર્શન મળતા બાળકોને શિક્ષિત જનહી પરંતુ ઘડતર કરી શકવાની તક મળી છે અને આમાથી ઘણા વિદ્યાર્થીઓ બીજી નોકરીઓ કરે છે ત્યારે નોંધપાત્ર સંખ્યામા વિદ્યાર્થીઓ આર્મીમા છે ત્યારે હાલારના હીર સમાન આ વિદ્યાર્થિઓ પ્રત્યે મને ખુબજ ગર્વ છે તેમ કહેતા ખ્યાતિબેન ઉમેરે છે કે મારી નોકરીના ૨૨ વર્ષ પુરા થયા અને ૨૩માં વર્ષમા પ્રવેશ થયો છે ત્યારે આ શિક્ષણ આપવાની યાત્રા ખુબજ રોચક રસપ્રદ અને ફળપ્રદ રહી છે.
પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા એ કપરૂ છે તે માટે વાત્સલ્યમુર્તિ બનવુ પડે અને બાળપણથી માતા જ્યોતિબેન નુ ઘડતર આ ટીચર ને કાયમ કામ આવે છે જીવન ના ચડાવ ઉતાર વચ્ચે પણ મક્કમ રહી ખ્યાતિ ટીચરે તેમની આગવી પ્રતિભા ઉપસાવી છે ત્યારે આ દરેક બાબતો નો યશ તેઓ તેમના માતા પરીવારજનો સાથી સ્ટાફ માર્ગદર્શકો સપોર્ટરો સરકારના વિભાગના જુદા જુદા સ્તરના સંચાલકો અધીકારિઓ પ્રજાપ્રતિનિધીઓ વગેરે ને આપે છે.
ગર્વ થાય તેવા હીરલાઓ વિરલાઓ
તેમના અનેક વિદ્યાર્થીઓ જીવનયાત્રામાં સફળ થયા છે તેમાથી અમુક નામ જોઇએ તો પુષ્પરાજસિંહ દિલીપસિંહ ઈમરજન્સી 108માં પાયલોટ છે તો વિશ્ર્વરાજસિંહ દિનુભા આર્મીમા છે, અજયસિંહ રઘુવીરસિંહ નાયબ મામલતદાર છે, જ્યારે ઝુંજા લાલાભાઇ મૈયાભાઇ સીઆરપીએફમાં છે, જાડેજા અભિજીતસિંહ દિનુભા એસએસબીમાં છે, જાડેજા ધર્મેન્દ્રસિંહ બળુભા બીએસએફમાં છે, જાડેજા હર્ષદસિંહ અશ્ર્વિનસિંહ એરફોર્સમાં છે, જાડેજા જયદીપ સિંહ ચંદુભા એસઆરપીમાં છે,
જાડેજા રૂતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગુજરાત પોલીસમાં છે જાડેજા રોહિત સિંહ અશ્ર્વીનસિંહ પણ ગુજરાત પોલીસમાં છે, જાડેજા વિજયસિંહ ભીખુભા ગુજરાત પોલીસમાં છે.
આવા અનેક વિદ્યાર્થીઓ મેડીકલ ફીલ્ડ આર્મી જુદા જુદા સુરક્ષા અને સલામતી દળ રેવન્યુ પંચાયત વગેરે ક્ષેત્રમા નોકરી કરે છે તો કોઇકોઇ તેમના પરિવારના ઉદ્યોગ ધંધા ખેતી વેપાર વગેરેમા જોડાયેલા છે.
વિદ્યાર્થીઓના પ્રતિભાવ
ખ્યાતિ ટીચર માટે તેમના અનેક વિદ્યાર્થીઓના પ્રતિભાવ મળ્યા તેમાથી અમુક જોઇએ તો, અજયસિંહ જેઓ નાયબ મામલતદાર છે તે કહે છે કે "પ્રાથમિક શાળામાં ખ્યાતિબેન અમારા શિક્ષક હતા, સાંસ્કૃતિક થી માંડી અને વૈજ્ઞાનિક ઢબના જે પણ શિક્ષણની જરૂર પ્રાથમિક શાળામાં એક બાળકને હોય તે તમામ વસ્તુનું જ્ઞાન તેઓ દ્વારા અમને આપવામાં આવેલ છે. ગામડામાં રહીને બહારની દુનિયા ક્યાં જઈ રહી છે તેનો ખ્યાલ તેમના દ્વારા અમને આપવામાં આવેલ છે. પ્રાથમિક શિક્ષણ બાદ હોસ્ટેલમાં મૂકવા માટે મારા પરિવારને સમજૂત કરવામાં પણ તેમનો મોટો ફાળો રહેલ છે. અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે તેઓ પ્રાથમિક શાળામાં અમારા શિક્ષક હતા અને અમને તેમના પર ખૂબ જ ગૌરવ છે."
તો પુષ્પરાજસિંહ જેઓ લાલપુર ખાતે ૧૦૮ મા ફરજ બજાવે છે તેઓ કહે છે કે "કોઇપણ સ્થિતિમા હાર નહી માનવાની એ અમોને ખ્યાતિ ટીચરે કાયમ યાદ રહે તેમ શીખવાડ્યુ છે."
ગૌરવ
પોતાના બાળકો દીકરા કે દીકરી જ્યારે ભણીને બહારની દુનિયામા ડગ માંડે ત્યારે દિશાઓ શોધી સફળતાની કેડી કંડારે ત્યારે માતા પિતા ને કેટલુ ગૌરવ થાય? આવુ જ ગૌરવ શિક્ષકને પણ થાય તેમની સાધના સફળ થયાનો સંતોષ થાય તેમ ખ્યાતિબેન જાની એ આ તકે જણાવ્યુ છે કેમકે શિસ્ત સમયપાલન વ્યવસ્થિતતા સુઘડતા વિનમ્રતા નિયમિતતા વગેરે ગુણોનુ અભ્યાસ કરાવતા પહેલાથી અને અભ્યાસ સાથે સિંચન કરવુ ખુબ જરૂરી છે.
0 Comments
Post a Comment