જામનગર મોર્નિંગ - કાલાવડ (ભરત રાઠોડ)

જામનગર જિલ્લાના કાલાવડમાં પાંચ મહિના પહેલા થયેલ ચોરીમાં સંડોવાયેલ શખ્સ પાંચ મહિનાથી પોલીસને હાથતાળી આપતો હોય જેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડમાં એક ગોડાઉનમાં પાંચ મહિના પહેલા રૂ. 4,08,000ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદમાં આરોપી પાંચ માસથી નાસતો ફરતો હોય જેની બાતમી કાલાવડ પોલીસને મળતા ચોરીમાં સંકળાયેલ તોફીક ઉર્ફે બાદશાહ યુસુફ નામના શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ બી.એમ. કાતરીયા, પીએસઆઈ એચ.બી. વડાવ્યા તથા સ્ટાફના જીતેનભાઈ પાગડા, સંદીપસિંહ જાડેજા, સંજયભાઈ બાલિયા અને ભારતીબેન વાડોલીયાએ કરી હતી.