જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના હાપા રોડ પર શો-રૂમ સામે શુક્રવારે રાત્રીના અલ્ટો કારની હડફેટે એક યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું, જયારે અન્ય એકને ઇજા પહોંચતા સ્થાનિક પોલીસને જાણ કરાતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં આવેલ હાપા રોડ પર શો રૂમ સામે અલ્ટો કાર જી.જે. 10 બીજી 7060ના ચાલકે બેફીકરાઈ પૂર્વક ચલાવી હડફેટે લેતા બે યુવાનને હડફેટે લીધા હતા, જેમાં એકનું ગંભીર ઈજા પહોંચવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે બીજા યુવાનને ગંભીર હાલતમાં જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે જયારે આ બનાવની જાણ અજય વિજયભાઈ રાણોલીયાએ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment