જામનગર મોર્નિંગ - જામનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૫માં 'સુકન્યા સમૃદ્ધિ યોજના' અને 'બેટી બચાઓ બેટી પઢાઓ' અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત, ભારતની તમામ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વિશેષ ખાતા ખોલવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર, પોસ્ટ વિભાગ દ્વારા તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન/ અમૃતપેક્ષ પ્લસ પ્રદર્શન નવી દિલ્હીમાં યોજાવા જઈ રહ્યું છે. 

સમગ્ર દેશમાં ગત તા. ૯થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન પાત્રતા ધરાવતી ૭.૫ લાખ દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવી હતી. આ ઉપરાંત, ગુજરાત રાજ્યના દરેક પ્રદેશમાં વિશેષ કેમ્પ અને મેળાઓનું આયોજન કરવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદેશ્ય છે કે, દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવી, તેમના ધ્યેયો સાકાર કરવા અને તેમના સપનાંઓને પરિપૂર્ણ કરવું. આ યોજના હેઠળ આકર્ષક વ્યાજ દર અને આવકવેરાના ૮૦સી સેક્શન મુજબ કર બચત માટેની જોગવાઈઓ પણ ઉપલબ્ધ છે. અધિક્ષક ડાકઘર, પોસ્ટ ઓફિસ સુપ્રીટેન્ડેન્ટશ્રી, જામનગર મંડળ, જામનગર દ્વારા જામનગર વાસીઓને તેમની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે આ યોજના હેઠળ બેન્ક ખાતા ખોલાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.