જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે 'ઓરલ સ્ક્રીનિંગ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું 

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)


ગત તા. ૪ ફેબ્રુઆરીના રોજ જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં 'ઓરલ સ્ક્રીનિંગ કેમ્પ' નું આયોજન કરાયું હતું. હોસ્પિટલના ઓરલ એન્ડ મેક્સીલોફેસિયલ અને ઓરલ માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા મુખના કેન્સર અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે ચકાસણી શિબિર યોજાઈ હતી.  શિબિરનું ઉદ્ઘાટન સંસ્થાના વડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી મેડિકલ ફેકલ્ટી ડીન ડો. નયના પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૮૦ જેટલા સંસ્થાના કર્મચારીઓ અને દર્દીઓના મુખ અને દાંતની તપાસ કરાઈ હતી. જેમાંથી ૨૫ લોકોના મુખમાં ઓરલ કેન્સરની શરૂઆતના લક્ષણો અને ફેરફારો જોવા મળતા તેમને ફોલોઅપ માટે રીફર કરવામાં આવ્યા છે. 

આ કેમ્પને સફળ બનાવવા માટે ઓરલ એન્ડ મેક્સીલોફેસિયલ અને ઓરલ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. જીતેન્દ્ર કુલબર્ગે, ડો. ગિરીશ ચૌહાણ, ડો. સ્મિતા રૂપારેલિયા, ડો. શ્રેયસ શાહ, ડો. મનીષા શ્રીકાર અને ડો. દુશ્યંતસિંહ વાળા દ્વારા જહેમત ઉઠાવવમાં આવી હતી. 

ખુદ ડેન્ટલ હોસ્પીટલના સ્ટાફને મોના કેન્સર થવાની શરૂઆત થઇ છે તો તેના કારણો તારણોના અભ્યાસ જરૂરી છે એટલુ જ નહી નાગરીકોએ પણ શીખવુ જોઇએ કે કોઈને પણ મોં ના કેન્સર થય શકે છે તો શુ કાળજી લેવી શુ જાગૃતિ રાખવી વગેરે બાબતે આ ડેન્ટલકોલેજની શિબિરોમાં જવુ જોઈએ તેમજ મોં ની તપાસ કરાવવી ડોક્ટરોની સુચનાના પાલન કરવા વ્યસનથી દુર રહેવુ દાંત પેઢા ગલોફા ગળુ તાળવુ વગેરેની સ્વચ્છતા સફાઇ જે ને ચોખ્ખાઇ કહેવાય તે તેમજ ચાંદા પડતા હોય પેઢા દુખતા હોય ગલોફા મા રેશીશ પડતા હોય કે ગળામા બળતરા કે દુખાવો થતો હોય સ્વાદ ન આવતો હોય જીભ પર વારંવાર વિચીત્ર છાલા થતા હોય અને આ સિવાય પણ કઇ જે સામાન્ય ન કહેવાય તેવુ થતુ હોય તો તરત ડેન્ટલની સરકારી કોલેજ હોસ્પીટલમા તપાસ કરાવવી જોઇએ કેમકે કેન્સર થયા પછીની થેરાપી ખુબ જ ગરમ, અઘરી, અસહ્ય પણ બની શકે છે.

મોઢાના કેન્સરની પીડા સારવારમાં પણ તકલીફ જાણશો તો કદાચ વ્યસન નહી કરો, ખુદ ડેન્ટલ હોસ્પિટલ તેના સ્ટાફને કેન્સર થતુ અટકાવી નથી શક્યુ-જાગી જાવ 

જો ડેન્ટલ હોસ્પીટલમાં જ  સ્ટાફ અને દર્દી મળી એક સાથે  એક બે નહી ૨૫-૨૫  કેસ મોઢાના કેન્સરના મળે તે તો ગજ્જબ ન કહેવાય?  ગંભીરતા એ દર્શાવે છે કે મોઢા અંગે જાગૃત થવાની જરૂર છે અને  માર્ગદર્શન તાલીમ વગેરે ઘર આંગણાથી શરૂ કરવી જોઇએ જોકે સારૂ થયુ અર્લી સ્ટેજમાં નિદાન થય ગયુ પરંતુ તેની સારવારથી પણ તકલીફ થાય છે કેમકે અમુક કેન્સર એક તો અનવોન્ટેડ ગ્રોથ છે અને તે મલ્ટીપ્લાય થાય છે સામાન્ય રીતે મોં ની વાસ આવે તેના ઉપરથી પણ ખબર પડી જાય છે અને બીજુ આ ૨૫માંથી અમુક ગુટકા તમાકુ મસાલા  ખુબ ગરમ પીણા પાન વગેરે લેતા હશે ને કદાચ ભલે ડેન્ટલ હોસ્પીટલમાં ફરજ બજાવતા હોય પણ દાંત સાફ કેમ રાખવા મોઢુ તંદુરસ્ત કેમ રાખવુ? વગેરે નહી જાણતા હોય? મારા ભાઇ ઇરવીન હવે જી.જી. હોસ્પીટલમાં કેન્સર બીલ્ડીંગમાં જઈ આવો મોઢાના કેન્સરના દર્દીઓ સારવાર લેવા આવે છે તેમને સારવાર કેવી ગરમ પડે છે? મોઢુ કેવુ થય જાય છે? અને કેન્સર થવાનુ તેમનુ કારણ શુ છે? તો કદાચ તમે વ્યસન હશે તો મુકી દેશો.