તસ્વીર - સુમિત દત્તાણી, ભાણવડ


  • ભાણવડ લોહાણા સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યુ


ભાણવડ : તાજેતરમા સોમનાથ-વેરાવળના પ્રખ્યાત તબીબ ડો.અતુલ ચગે રાજકીય ઓથ ધરાવતા અસામાજીક તત્ત્વોના ત્રાસ અને સતત પજવણીને કારણે આપઘાત કરી લીધો હતો.આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં વિસ્ફોટક વિગતો મળી આવેલ છે ત્યારે ભાણવડ રઘુવંશી સમાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા ડો. ચગને આત્મહત્યા મજબુર કરનારા લોકો વિરૂદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને કોઈપણ રાજકીય અડચણ વિના તટસ્થ તપાસ હાથ ધરવાની માંગ કરેલ છે.

આજરોજ ભાણવડ ખાતે લોહાણા સમાજના લોકોએ લોહાણા મહાજન વાડી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે બાઈક રેલી કાઢી ડો.ચગના આપઘાતની ઘટનાનુ વિરોધ પ્રદર્શન કરેલ અને સેવાસદન પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ કે ડો.અતુલ ચગના આપઘાત પ્રકરણમાં સ્યુસાઇડ નોટમાં જે સ્પષ્ટતા કરવામાં આવેલ છે એ અંગે ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ દોષિતોને બચાવવા માટે નાખવામાં આવતા રાજકીય રોડા અટકાવવામાં આવે તથા પોલીસ પ્રશાસન દ્રારા પણ રાજકીય દબાણ વશ દાખવવામાં આવી રહેલી ઢીલી નિતી સામે રોષ વ્યક્ત કરેલ.

ઉલ્લેખનિય છે કે,ડો.અતુલ ચગની જે સ્યુસાઇડ નોટ પોલીસને હાથ લાગી છે તેમાં મોટા રાજકીય માથાનું નામ હોઈ મામલાને રફે દફે કરવા માટે તંત્ર પર ઉચ્ચ સ્તરીય દબાણ કરવામાં આવી રહ્યુ હોવાનું રઘુવંશી સમાજના સુત્રો જણાવી રહ્યા છે.

અને પોલીસમાં કરવામાં આવેલ ફરિયાદમાં બીજેપી સાંસદ અને તેમના પિતા દ્રારા ઉછીના રૂપિયાની ઉઘરાણીના બદલામાં ડો.અતુલ ચગને ધમકીઓ આપવામાં આવી રહેલી હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે.