જામ કંડોરણા તાલુકાના આવેલ ગામમાં મોટા બાપુએ જમીન પર ગેરકાયદે કબ્જો કરતા ભત્રીજા તથા નાના ભાઈએ લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ ફરિયાદ દાખલ
જામનગર મોર્નિંગ - જામ કંડોરણા
રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના ચિત્રાવાડપાટીના રહેવાસી અને વેપારી યુવાન યોગરાજસિંહ ભાવુભા ચુડાસમાએ એક અરજીમાં જણાવ્યા મુજબ હાલુભા ગુલાબસંગ ચુડાસમા જે યોગરાજસિંહના મોટા બાપુ થાય છે તેમને યોગરાજસિંહની માતાની જમીન તથા સંયુક્ત જમીન જે યોગરાજસિંહના માતા પાસે જ હોય તેના પાર ગેરકાયદે કબ્જો કર્યો છે.
સર્વે નંબર 616 જે યોગરાજસિંહના માતા જ્યોતિબાના માલિકીની છે તથા સર્વે નંબર 617 સંયુક્ત ખાતાની જમીન છે તે જમીન પણ જ્યોતિબા પાસે જ હોય, આ અંગે 2017માં સંયુક્ત જમીનમાં હાલુભાએ વાંધા અરજી કરેલ હોય જે કેસ કોર્ટમાં ચાલી ગયા બાદ વડીલોની સાક્ષીમાં બંને પરિવાર વચ્ચે 2019માં સમાધાન થઈ ગયું હતું.
બાદમાં હાલુભા ચુડાસમાને તા. 4.8.2020ના રોજ નોટરી કરારથી બંને સર્વે નંબરની જમીન વાવવા આપેલ હોય, અને કરાર 30.4.2021 સુધી જ માન્ય હોય, કરાર પુરો થયો છતાં હાલુભાએ જમીનનો કબ્જો ખાલી કરેલ નથી અને જ્યોતિબાએ સર્વે નંબર 616 જમીનનું વેંચાણ કરતા હાલુભાએ ધાક ધમકી આપતા ગત તા. 7.2.23ના રોજ જામ કંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલ હતી.
ઉપરોકત શખ્સ સામે આ અરજીમાં ગેરકાયદે કબ્જો કરી પરિવાર ઉપર જીવલેણ હુમલો કરે તેવી દહેશત છે. ઉપરોકત શખ્સ સામે લેન્ડગ્રેબીંગ એકટની જોગવાઇ તેમજ ભારતીય ફોજદારી કાયદાની જોગવાઇઓ હેઠળ ગુન્હો નોંધવાની માંગણી કરાઇ છે.
તેમજ નાના ભાઈ બળદેવસિંહ કરણસિંહ ચુડાસમાએ પણ અરજી કરી શખ્સ સામે લેન્ડગ્રેબીંગ એકટની જોગવાઇ તેમજ ભારતીય ફોજદારી કાયદાની જોગવાઇઓ હેઠળ ગુન્હો નોંધવા ફરિયાદ દાખલ કરાઈ છે.
0 Comments
Post a Comment