ક્રિક્રેટ પ્રેમીઓ  છે નારાજ કેમકે વિશ્વને ટોપ ક્રિકેટરો આપનાર જામનગરમાં જ ક્રિક્રેટ ગ્રાઉન્ડ નષ્ટ કરવાનો કારસો જ થયા કરે છે નાણા વપરાય છે પરંતુ કોક ના લાભાર્થે જ: ખરેખર રમતનુ મેદાન તો જાણે ખેલાડી ને સાદ દેતુ હોય તેવુ ભવ્ય હોયને? થનગનાટ થાય જોય ને તેમાંય ક્રિકેટ ગ્રાઉન્ડ તો પથરાયેલુ ને જીણાંમોટા બીજા (પેવેલીયન ને કમ્પાઉન્ડ વોલ કે ગેલેરી સ્ટુડીયો વગેરે હોય તે સિવાયના બિનજરૂરી બાંધકામ વગરના હોવા જોઇએ ને?): મોકળાશ ભર્યા મેદાનમાં બીજા બાંધકામ કરી ઘોકલુ બનાવવાનું ભેજુ કોનુ? સ્ટાફ પણ અંધારામા હતો હવે તો વિરોધ વચ્ચે બધુ ખડકાય ગયુ વિરોધ કરનારા અદાલતનુ શરણુ લે તો થાય

જામનગર મોર્નિંગ - જામનગર (પાર્થ નથવાણી)

ઐતિહાસીક ધરોહર સાચવવાની હોય બને તો તો મુળ સ્વરૂપમાં જ સાચવવી જાળવવી એ દરેકના મેન્યુઅલ્સ છે ગાઇડલાઇન છે અને સમયની માંગ પણ છે ત્યારે જામનગર ના ઐતિહાસીક અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડને પેવેલીયન કેવુ સરસ છે કે હતુ મુળ સ્વરૂપમાં કેમકે રમતનુ મેદાન એવુ વિશાળ ભવ્ય હોય કે ખેલાડી ને સાદ દે તેમાય ક્રિકેટ ગ્રાઉન્ડ તો પથરાયેલુને જીણા મોટા બીજા (પેવેલીયન ને કમ્પાઉન્ડ વોલ કે ગેલેરી સ્ટુડીયો વગેરે હોય તે સિવાયના બિનજરૂરી બાંધકામ વગરના હોવા જોઇએ ને?) 

હવે આગળ વાત કરીએ તો જામનગરમાં સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પુલ ક્રીકેટ બંગલા ગ્રાઉન્ડમાં કાર્યરત થયો છે. સ્પોર્ટસ ઓથીરીટી ઓફ ગુજરાત દ્વારા રૂ.6 કરોડના ખર્ચે ઓલ સીઝન ઇન્ડોર સ્વીમીંગ પુલ બે વર્ષના અંતે તૈયાર થયો છે. સ્વીમીંગ માટે ભાઇઓ અને બહેનોના અલગ-અલગ બેચની સુવિધા છે. સ્વીમીંગ પુલની સાથે જુડો, ટેબલ ટેનીસ અને બાસ્કેટ બોલ રમતની પણ સુવિધા ઉપલબ્ધ છે ક્રિકેટ બંગલા માં 6 કરોડનું સ્વિમિંગ પુલ બનાવ્યો પણ ક્રિકેટ બંગલાની દિવાલો જર્જરીત હાલતમાં છે અને દિવાલની બાજુમાં અંદરની સાઈડ જ નાના છોકરાઓ પ્રેક્ટીસ કરે છે ક્યારેક ના કરે નારાયણ કોઈ બનાવ બંને તો જવાબદારી કોની? જવાબદારી તો ઠીક નાના બાળકો ને ઈજા પહોંચે તો ફયુચર બરબાદ થઈ જાય તેનુ શું?

જામનગરના ક્રિકેટ પેવેલીયનમાં ૬ કરોડના ખર્ચે સ્વીંગપુલકર્યો (નાણા વેડફવા) પરંતુ શોભા સમાન નાક સમાન ઇમ્પ્રેશન સમાન ગણાતી  કમ્પાઉન્ડ વોલ નવી તો ન કરી રિપેર પણ ન કરતા ભુલકાઓ તરૂણો ઉપર જોખમ તોળાય છે તે મુદો કોઇ ઓથોરીટીને દેખાતો નથી?

ક્રિક્રેટ પ્રેમીઓ છે નારાજ કેમકે વિશ્વને ટોપ ક્રિકેટરો આપનાર જામનગરમાં જ ક્રિક્રેટ ગ્રાઉન્ડ નષ્ટ કરવાનો કારસો જ થયા કરે છે નાણા વપરાય છે પરંતુ કોક ના લાભાર્થે જ વપરાય છે. મોકળાશ ભર્યા મેદાનમાં બીજા બાંધકામ કરી ઘોકલુ બનાવવાનું ભેજુ કોનુ? સ્ટાફ પણ અંધારામા હતો હવે તો વિરોધ વચ્ચે બધુ ખડકાય ગયુ વિરોધ કરનારા અદાલતનુ શરણુ લે તો થાય તેમ છે. 

જામનગરના ક્રિકેટ પેવેલીયનમાં ૬ કરોડના ખર્ચે સ્વીંગપુલકર્યો (નાણા વેડફવા) પરંતુ શોભા સમાન, નાક સમાન, ઇમ્પ્રેશન સમાન ગણાતી કમ્પાઉન્ડ વોલ નવી તો ન કરી રિપેર પણ ન કરતા ભુલકાઓ તરૂણો ઉપર તોળાતુ જોખમ બાબતે રજુઆતો પણ થઇ છે રજુઆત ન થાય તો પણ ઓથોરીટી જુએ નહી બધુ? અકસ્માતની રાહ જુએ છે?

જામનગરમાં એકતરફ જેટલા ક્રિકેટ રસીકો છે તે પ્રમાણે રમવા તેમજ પ્રેક્ટીસ કરવા પુરતા નથી મોટા આસામીઓની જમીન રમવા માટે મળે છે તે વળી રાહત છે તેમા વળી જામનગરનુ એમ માત્ર સમ ખાવાનુ જે ક્રિકેટ ગ્રાઉન્ડ અને અજીતસિંહ પેવેલીયન રાજાશાહી વખતનુ છે તે ને પણ ઘોકલુ બનાવાની પૈરવી થતી હોઇ હવે નગરના યુવાનો રમતપ્રેમીઓ આ વિગતો જાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર હલ્લા બોલ કરશે કે શુ? કેમકે ગ્રાઉન્ડ ઉપર બીજા બાંધકામની જાણ થતી રહેશે તેમ જન આક્રોશ ભભુકશે એવુ લાગે છે.

ક્રિકેટ ગ્રાઉન્ડ તો ખુલ્લુ જ હોય તેમાં આડા અવળા બાંધકામ બીજી પ્રવૃતિના શા માટે કરવા જોઇએ? તેવો સવાલ અગાવ  ઉઠ્યો હતો ક્રિક્રેટ ગ્રાઉન્ડ ઉપર સ્વીમીંગ પુલ, મ્યુઝીયમ, બેડમીન્ટન કોચ વગેરે બને છે. પરંતુ કેવુ બને છે કેટલી પ્રોજેક્ટ કોસ્ટ વગેરેથી તેઓ પણ અજાણ હોઇ પબ્લીક તો અજાણ હોય ત્યારે આ ઐતિહાસિક વિરાસત ને રોંદવાનુ નાશ કરવાનુ ભેજુ કોનુ છે? તેને જાણકારો શોધે છે ત્યાંતો જો કે બધુ ખડકાય ગયુ છે હવે શુ?

રણજી ટ્રોફી દુલીપ ટ્રોફી જામનગરથી પાંગરેલો ક્રિકેટ જગતનો વિચાર છે જે આજે ફેમસ છે તેવા રાજવી વખતના ક્રિકેટ સંભારણા ને સાંકડુ કરશે તો ક્રિકેટ ખેલાડીઓને રમવામાં જગ્યાની ઘટ પડવાની તેમજ પ્રેક્ટીસ માટે બાળકો યુવાનો સૌ સરેરાશ ત્રણસો આવતા હોય તેમને પણ પુરતી જગ્યા નહિ મળે તેવી ભિતિ છે છતા આ નવા બાંધકામનુ નક્કિ થઇ ગયુ અમુક કામ શરૂ થયા અમુક હવે થશે એમ જાણવા મળ્યુ છે તે ચિંતાની બાબત છે.

જામનગરના પૂર્વ રાજવીઓની અમૂલ્ય ભેટ અને ઐતિહાસિક ક્રિકેટ બંગલાના મેદાન (અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન) હવે ક્રિકેટની રમત રમવાને લાયક જ ન રહે તેવી રીતે તંત્ર દ્વારા આ મેદાન ફરતે ચારે તરફ અલગ અલગ બાંધકામોના કમઠાણો ખડકાઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ક્ષેત્રે જામ રણજીતસિંહજીથી લઈને વિનુ માંકડ સલીમ દુરાની અજય જાડેજા હાલના રવિન્દ્ર જાડેજા સહિતના ક્રિકેટ ખેલાડીઓએ જામનગરનું નામ રોશન કરી જામનગરની એક ગૌરવવંતી ઓળખ ઊભી કરી છે.

જામસાહેબ દ્વારા જામનગરના એક એસોસિએશનને ભાડા પટ્ટે આ મેદાન ક્રિકેટની રમતના વિકાસ માટે, સતત ક્રિકેટ રમવા માટે અને યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે આપ્યું હતું. ત્યારપછી રાજ્ય સરકારે આ મેદાન હસ્તગત કર્યું છે. અહીં બેડમીંગ્ટન હોલ તથા બિલિયર્ડ, ટેબલ ટેનિસ રમવાની પણ સુવિધા હતી, પણ રાજ્ય સરકારે મેદાન હસ્તગત કર્યા પછી સબ કોચીંગ સેન્ટરની ઓફિસ ત્યાં ખોલી નાંખી અને ધીમે ધીમે રાજ્ય સરકારની નજર આ મેદાન ફરતેની જગ્યા ઉપર ગઈ બસ કોઈપણ જાતનો વિચાર કર્યા વગર ક્રિકેટ બંગલાની આસપાસ સ્વીમીંગ પુલ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ વિગેરે માટેના બાંધકામો કરી નાંખ્યા છે. આ ઉપરાંત હવે હોસ્પિટલ એન્ડ પરના ખૂણા પાસેની જગ્યામાં પણ કોઈ નવું બિલ્ડીંગ ઊભું કરવા માટે કામગીરી ચાલુ કરી દીધી છે.

અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલા)ના મેદાનમાં ટર્ફ વિકેટ બનાવવી, ચારેતરફ ઘાસવાળુ મેદાન બનાવવું, ફેન્સીંગ કરવી જેવી કામગીરી પણ અનેક રજૂઆતો પછી થઈ છે. તેમ છતાં જામનગરના ગ્રાઉન્ડને રણજી ટ્રોફીના મેચ રમવા માટે પણ માન્યતા મળી નથી કે શુ? તેમ બધા સવાલ કરે છે. 

અગાઉ રણજી ટ્રોફીના મેચો, વીલ્સ ટ્રોફીના મેચો રમાતા, જામસાહેબ ઈંગ્લેન્ડના ખ્યાતનામ ક્રિકેટરોને નિમંત્રણ આપી અહીં ભારતના ટોચના ક્રિકેટરોની ટીમ સાથે મેચો રમાડતા અને પરિણામે જામનગરમાં ક્રિકેટની રમત કાયમી માટે જીવંત રહી હતી.

પણ હવે રણજી ટ્રોફીના મેચ રમાતા નથી, તેમ છતાં જામનગરમાં સેંકડો યુવા ક્રિકેટરો સવારથી સાંજ સુધી અહીં ક્રિકેટની પ્રેકટીશ માટે આવે છે અને જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની તમામ સીરીઝ ટુર્નામેન્ટમાં ભાગ લ્યે છે. તેમાંથી અનેક ખેલાડી જે તે સ્તરે સૌરાષ્ટ્રની ટીમમાં, ઝોન કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી આગળ વધ્યા છે જેનું હાલનું શ્રેષ્ઠ ઉદાહરણ રવિન્દ્રસિંહ જાડેજા છે.

પણ કોણ જાણે કોની દાનત બગડી છે કે હવે અહીં ક્રિકેટની રમત ખતમ કેમ થઈ જાય તેવા કિન્નાખોરીભર્યા વિચારો સાથે નતનવા કમઠાણો ઊભા થઈ રહ્યા છે.

જેના પરિણામે હવે રાજ્ય સરકારમાંથી હુકમ આવ્યો હોવાનું જણાવી અહીં દરરોજ ક્રિકેટની પ્રેક્ટીશ કરતા સેંકડો યુવા ક્રિકેટરોની આ મેદાનમાં રમત બંધ કરાવી દીધી છે, અને તેથી મેદાન વિહોણા આ મહાનગરમાં ક્રિકેટની પ્રેક્ટીશ, રમત, મેચો માટે ક્યાં જવું તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.

બીજા સ્થળોએ બીજી રમતો માટે વ્યવસ્થા કરો 

રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાને બેડમીંગ્ટન, ટેનિસ, સ્વીમીંગ, બાસ્કેટ બોલ વગેરે રમતોને ઉત્તેજન આપવા માટે કામો કરવા હોય તો રાજ્ય સરકાર કે મનપા પાસે તો શહેરની આસપાસ વિશાળ જગ્યાઓ ઉપલબ્ધ થઈ શકે છે. શા માટે શહેરની મધ્યમાં આ મેદાનની જગ્યાનો જ ઉપયોગ કરવાનો વિચાર આવે છે? આમાં જામનગરની ક્રિકેટની રમતને ખતમ કરવા માટે રીતસર અન્યાય સાથે કિન્નાખોરી રાખવામાં આવતી હોય તેમ જણાય છે.

રાજકીય મહાનુભાવો ગંભીરતા લે તેની જરૂર

જામનગરના ક્રિકેટ પ્રેમીઓ, યુવા ક્રિકેટ ખેલાડીઓની લાગણીને સદંતરપણે અવગણવામાં આવી રહી છે. ક્રિકેટ બંગલાના મેદાન પર ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ઉપસ્થિત રહેનારા રાજકીય મહાનુભાવોએ પણ આ બાબતે ગંભીરતા લેવી ઘટે છે જો ગંભીરતા લે તો હજુય વધુ ઘોકલુ થતુ અટકે.

નગરજનો હલ્લા બોલ કરશે? નહિતો પાર્ટી પ્લોટ બની જશે !

નગરજનો જામનગરના ક્રિકેટ બંગલાનું ગૌરવ અકબંધ રાખવું હોય તો હવે એક અવાજે રાજ્ય સરકારના આવા અણઘડ, દીર્ઘદૃષ્ટિ વગરના આયોજનોનો ઉગ્ર વિરોધ કરવાનો સમય આવી ગયો છે. અન્યથા આ મેદાન એક વિશાળ પાર્ટી પ્લોટમાં ફેરવાઈ જશે અહીં ક્રિકેટની રમતના બદલે ચૂંટણી સભાઓ, લગ્નના રીસેપ્શનો કે અન્ય મેળાવડા થશે તે નિશ્ચિત છે! માટે હલ્લાબોલ થાય તે જરૂરી હોવાનો પણ એક સૂર ઊઠ્યો હતો પણ અસરકારક કઇ થયુ ન હતુ.

હાલ એકતો નગરના તરવરીયા માટે પણ ગ્રાઉન્ડ "નો એન્ટ્રી" છે ત્યા...

હાલ રાજ્ય સરકારની સ્થાનિક કચેરીના અધિકારીએ તાકીદની અસરથી અહીં દરરોજ પ્રેક્ટીશ કરતા સેંકડો યુવા ક્રિકેટરોને મનાઈ ફરમાવી દીધી હતી આવા નાટક વારંવાર થાય છે રાજ્ય સરકારે આ ક્રિકેટ ખેલાડીઓને અહીં પ્રેક્ટીશ કરવાની છૂટ આપી દેવી જોઈએ તેમજ હવે મેદાન ફરતે કોઈ નવા કમઠાણ કે બિલ્ડીંગ ન બને તેની દરકાર રાખી સૌથી ટોચની પ્રાથમિક્તા માત્રને માત્ર ક્રિકેટની રમતને મળે તે દિશામાં પગલાં લેવા જોઈએ. નહીંતર ફેન્સીંગમાં કેદ થયેલું મેદાન શોભાના ગાંઠિયા જેવું બની રહેશે. એટલું જ નહીં, સવારથી સાંજ સુધી ક્રિકેટની રમતથી ધબકતું આ મેદાન સ્મશાન જેવું સૂમસામ બની જશે!

જામનગરમાં  ઐતિહાસીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગેરરીતીના આક્ષેપ સ્પોર્ટસ અગ્ર સચિવને રજુઆત થઇ હતી

રાજ્યના સ્પોર્ટસ અગ્ર સચિવને રજુઆત થઈ છે કે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જામનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર નિયુક્ત સિનિયર કોચ સંદીપ ચૌહાણને જામનગર જિલ્લાની જવાબદારી સોપેલ હોઈ તે તેની ફરજ પર છેલ્લા ત્રણ વર્ષથી મહિનામાં થોડા દિવસો પોતાની હાજરી નોંધાવીને તેના વતન જતા રહેતા હતા અને અહી હોબાળા હતા તે અવાજ રૂંધાય ગયા હતા. જામનગરમાં તેમની નિયુક્તિ ક્રિકેટના ડેવલપમેન્ટ માટે કરી છે પણ જામનગરના કોઈ ક્રિકેટર ને તેનુ માર્ગદર્શન મળતુ જણાઈ રહીયું નથી તેમ જાણકારો દુખ સાથે જણાવે છે.

  •   ક્રિકેટ કોચિંગ કેમ્પ ફક્ત કાગળ પર ચાલી રહયો છે
  •   ક્રિકેટ કોચિંગ માટે કોઈ અન્ય ને જવાબદારી સોપેલ નથી
  •   સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી રમતગમતના સાધનોની માત્ર કાગળ પર ફાળવણી    (વાસ્તવિકતા કઈ અલગ)
  •   સીનીયર કોચ ખેલાડીઓ પાસેથી પે-પ્લે અંતર્ગત ફી વસૂલી છે તે નિયમ બદલાયાના 2 વર્ષ પછી      પણ પરત કરેલ નથી (સરકાર ને આવક થતી અટકાવીને કોને ફાયદો પહોંચાડી રહ્યા છે તે સમજવું    મુશ્કેલ છે)
  •   જામનગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમની હાજરી ના હોવાના કારણે ગ્રાઉન્ડ ની હાલની ખરાબ                  પરિસ્થિતિ છે 
  •   ગ્રાઉન્ડ પર રહેલ ઘાસની જગ્યા પર જંગલી ઘાસ નો ઉપદ્રવ થઈ ગયો છે
  •   યોગ્ય સમય પર નીંદકામનો અભાવ છે
  •   ગ્રાઉન્ડ મેન્ટનાન્સની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થઈ રહોયો નથી
  •   નેટ પ્રેકટીસ માટે બનાવામાં આવેલ બોક્સ બિન ઉપયોગી બનાવી સડવા મૂકી રાખેલ છે
  •  ગ્રાઉન્ડ પર સરકાર દ્વારા બનાવેલ ક્રિકેટ હોસ્ટેલ નુ મેન્ટનાન્સ બદ થી બદતર થઈ ગયુ છે,         હોસ્ટેલ ફક્ત તેના અંગત સ્વાર્થ રહેવા માટે થઈ રહ્યો છે (જે સરકારી નિયોમોનું ઉલ્લંઘન છે) જયાં   સરકારી પ્રીમાઇસીસમાં એરકુલર, ટી.વી., ફ્રીજ, હીટર જેવા   સાધનોનો ઉપયોગ પોતાનાં માટે   થાય છે.
  •  બાથરૂમ, ટોયલેટની ખરાબ પરિસ્થિતિ  છે
  •  ગ્રીલ, કાંચ, દરવાજા, પંખાની ખરાબ પરિસ્થિતિ છે
  •  પલંગ, ગાદલા, ઓછાડ અને ઓશિકાની ખરાબ પરિસ્થિતિ છે
  •  કોન્ટ્રાક્ટરને રહેવા હોસ્ટેલમાં રૂમ અપાઈ રહી છે (જે સરકારી નિયમો નું ઉલ્લંઘન છે)

   આવિતો ઘણીબધી બાબતો છે જે આ પત્ર માં પરિપૂર્ણ  થઈ શકે નહી. સરકાર હસ્તક લોકો દ્વારા ચૂકવવામાં આવેલ ટેક્સના ભાંડોળથી યુવા ક્રિકેટરોનું ભવિષ્ય ઉજ્વળ થાય તે માટે ગ્રાઉન્ડ અને હોસ્ટેલ બનાવામાં આવેલ છે (જામનાગરે ઘણા સારા ક્રિકેટર આપ્યા છે) જેનો સિનિયર કોચ દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે જે ગેર વ્યાજબી જણાઈ રહીયો છે, જો આવી પરિસ્થિતિ રહી તો જામનગરના ક્રિકેટરોના ભવિષ્ય પર ખૂબ ખરાબ અસર થાય તેવી સંભાવના જણાઈ રહી છે તો આના પર યોગ્ય પગલા લેવામાં આવે, અને જો નહિ લેવામાં આવે તો ગાંધી ચીંધીયા માર્ગ પર અનશન કરવામાં આવશે તેમજ વાસ્તવિકતા જાણી ને યોગ્ય પગલા લેવાય તેવી વેદનાસભર રજુઆત થયેલી હતી પરંતુ. ધ્યાને કોણ લે છે? કેમ કે, અધિકારીઓને સરકારને સારું લાગે એ કરવું છે અને ચુંટાયેલા લોકસેવકને પોતાના નામની પ્લેટ લાગે તેવા જ લોકાર્પણ કરવામાં રસ છે.