જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં બે મોબાઈલ ફોનની ચોરી અંગેની ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણ સંદર્ભે સલાયાના ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. સીંગરખીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ચૌહાણને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયામાં રહેતા જાવેદ ઉર્ફે જાવલો આદમ બારોયા નામના શખ્સને અટકાવી, આગવી ઢબે પૂછપરછ કરતા રૂ. 25,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોનની ચોરી પ્રકરણમાં પોતાની સંડોવણી હોવાની તેણે કબુલાત આપી હતી. જેથી પોલીસે તેની ધોરણસર ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.
0 Comments
Post a Comment