નવા મોડલની અત્યાધુનિક ફેસેલીટીથી ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેર જિલ્લાના ભાગ્યેજ એવું કોઈ હશે કે,જે  અતુલ ગ્રુપથી અજાણ્યું હશે ગત શનિવારે આર્શિવાદ પાર્ટી પ્લોટ ખાતે શહેરના આગેવાનો, પત્રકારો, ગ્રાહકોની ઉપસ્થિતિમાં એચ સ્માર્ટ એકટીવા સ્કુટરનું લોન્ચીગ કરવામાં આવ્યું.

સમગ્ર ભારતમાં ટુ વ્હીલર સ્કૂટર  વાહનોમાં વપરાશ કરતા  વાહન ચાલકોમાં  જો સૌથી પહેલી પસંદગી હોંય તો તે છે હોન્ડા એકટીવા  એકટીવા કંપની દ્વારા  સમય અંતરે નવા નવા મોડલો બહાર પાડવામાં આવે છે જે વાહન ચાલકોમાં એ ખૂબ જ લોકપ્રિય થયા છે.

તાજેતરમાં જ કંપની દ્વારા ફરી નવા ફીચર સાથે એક નવું મોડલ એચ સ્માર્ટ  કી બહાર પાડવામાં આવ્યું આ નવા એકટીવા સ્કૂટર નવી ટેકનોલોજી સાથે જામનગરના લોકો સમક્ષ  જાણકારી સાથે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સમયે શહેરના ઉદ્યોગપતિ રાજહંસ મેટલ પ્રા.લી.ના દર્શકભાઈ સાવલા,અલ્પેશભાઈ ચાન્દ્રા,યજ્ઞભાઈ ચાન્દ્રા, મહેશભાઈ ચાન્દ્રા,  પરિહીર એન્ટરપ્રાઈઝના હિરેનભાઇ કનખરા,કૌશલભાઈ ગર્ગ તેમજ બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

એચ કી એકટીવા સ્કૂટર પ્રતિ લીટર ૬૦ કિલોમીટરની એવરેજ આપે છે જેની એક્સ શોરૂમ કિંમત ૮૧,૮૯૪ છે  જે અન્ય એસેસરીઝ સાથે ઓન રોડ ૯૭,૬૦૦ કમ્પ્લીટ થઈ છે તેમ જ અનેક વિવિધ કલરોમાં ઉપલબ્ધ છે તેમ અતુલ હોન્ડાના કેયુરભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું.

હોન્ડા એકટીવા એચ-સ્માર્ટની ખૂબીઓ

હોન્ડા એક્ટિવા એચ-સ્માર્ટમાં મોટા વ્હીલબેસ, લાંબુ ફુટબોર્ડ એરિયા, નવી પાસિંગ સ્વિચ અને ડીસી એલઈડી હેન્ડલેમ્પ છે. અન્ય ડિઝાઇન એલિમેન્ટ્સની વાત કરીએ તો તેમાં અલોય વ્હીલ્સ માટે એક નવી ડિઝાઇન પણ મળે છે. સ્કૂટર ૧૨-ઇંચના ફ્રંટ એલોય વ્હીલ, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન અને એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન દ્વારા એક આરામદાયક રાઇડિંગનો અનુભવ  ગ્રાહકોને થશે.