જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં થોડા દિવસ પહેલા પર્સમાંથી બે તોલાના સોનાના ચેનની ચોરી કરનાર મહિલાને સીટી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગત મુજબ જામનગરમાં બર્ધનચોક વિસ્તારમાં ગત તા. 21ના બપોરના સમયે ઘર બસાકે દેખો દુકાન પાસેથી શરૂસેક્શન રોડ ખાતે રહેતા કુસુમબેન વિરેન્દ્રભાઈ જાની ખરીદી કરવા ગયા હોય ત્યારે તેમની પાસે રહેલ પર્સમાંથી કોઈ અજાણી વ્યક્તિ ચેઈન ખોલી પર્સમાં રાખેલ અંદાજે બે તોલાનો ચેન કિમંત રૂ. 1,00,000ની ચોરી કરી નાસી જતા કુસુમબેને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બાદમાં પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી હતી, ત્યારે સ્ટાફના રવિભાઈ શર્મા, રવિરાજસિંહ જાડેજા અને યોગેન્દ્રસિંહ સોઢાને બાતમી મળી હતી કે હંસાબેન રમેશભાઈ પરમાર (રહે. ખેતીવાડી ફાટકની બાજુમાં) નામની મહિલા સોનાચાંદીની દુકાન પાસે આંટાફેરા કરે છે અને લીલા કલરની સાડી તથા કેસરી અને લીલા કલરની ચુંદડી પહેરેલ છે તે મહિલાને ઝડપી લઈ અંગઝડતી કરતા તેના કબ્જામાંથી 22.175 ગ્રામનો ચેન કિમંત રૂ. 1,00,000 મળી આવતા મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment