જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર લાલ બંગલા કોર્ટ સામેના કમ્પાઉન્ડમાં એડવોકેટ, પિટિશન રાઇટર અને સ્ટેમ્પ વેન્ડરો બેસે છે. અહીં જામનગર શહેર અને જીલ્લાના અનેક નાગરિકો સરકારી કામકાજ માટેના દસ્તાવેજો તૈયાર કરાવવા માટે આવતા હોય છે. પરચુરણ અરજીઓથી લઈને મોટા ભાગના કામો માટે કોર્ટ ફી ટિકિટ અને ઇ-સ્ટેમ્પ ની જરૂરિયાત રહે છે.

અહીંના સ્ટેમ્પ વેન્ડરો સોગંદનામા માટેના જરૂરી 50 રૂપિયાના સ્ટેમ્પના 60-70 રૂપિયા વસુલે છે તેમજ અરજીમાં 3 રૂપિયાની કોર્ટ ફી ની ટિકિટ લગાવવાની હોય તે ટિકિટના ભાવ 5 થી 10 રૂપિયા વસુલ કરે છે. આમ તો આ નાની બાબત છે પણ અનેક નાગરિકો એ ફરિયાદના સ્વરૂપમાં અમને જણાવ્યું કે આ સ્ટેમ્પ વેન્ડરોને સ્ટેમ્પ કે ટિકિટના વેચાણ પર સરકાર નિયત કરેલ કમિશન આપે જ છે છતાં જે તે સ્ટેમ્પ અને ટિકિટની રકમ કરતાં વધુ રૂપિયા વસુલ કરવામાં આવી રહ્યા છે જે ખોટું છે.