જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં આગજનીના બનાવ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આજે સવારે 11 વાગ્યે નવા બિલ્ડીંગના પ્રથમ માળે આગ લાગી છે, તેવી માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટુકડીના જવાનો ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને માત્ર 10 મિનિટમાં જ આગ બુજાવી દેવાની કામગીરી હાથ ધરી હતી. જેઓની સાથે પોલીસ તંત્ર, હોસ્પિટલના નવા વેલ્ડીંગના સિક્યુરિટીના જવાનો, તથા તબીબો ની ટીમ પણ હાજર રહી હતી. 10 મિનિટના સમગ્ર કવાયત પૂરી થઈ ગયા પછી વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અંગેની જાહેરાત કરાઈ હતી, જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો, અને પોલીસ તેમજ ફાયર ની ટુકડી વગેરે પરત ફરી હતી.