જામનગર મોર્નિંગ - જામનગર

દશમાં અને બારમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કરેલ મહેનત સાર્થક બને, તેવા શુભભાવથી તા.26-02-2023ના રવિવારે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં 15 કૂંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સવારે 08-00 થી 01-00 દરમ્યાન કરવામાં આવેલ છે. નિ:શુલ્ક સંપન્ન થનાર આ યજ્ઞમાં જોડાનાર વિદ્યાર્થીનું અક્ષત – કુમકુમથી સ્વાગત કરી, શભેચ્છા સ્વરૂપે પેન-પુસ્તક અર્પણ કરી, મીઠું મોઢું કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓના હસ્તે યજ્ઞમાં ગાયત્રી, સરસ્વતી, ગણેશજી, ગુરુજી, સૂર્યનારાયણ તેમજ મહામૃત્યુંજય મંત્રની આહુતિ અપાવવામાં આવશે. પહેલી પાળી 08-00 થી 09-00, બીજી પાળી 09-00 થી 10-00, ત્રીજી પાળી 10-00 થી 11-00, ચોથી પાળી 11-00 થી 12-00 અને પાંચમી પાણી 12-00 થી 01-00 એમ પાંચ પાળીમાં યજ્ઞકાર્ય ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાને અનુકુળ પાળીમાં નામ નોંધાવી શકશે. વિદ્યાર્થીઓએ જે તે પાળીના સમય કરતાં 10 મિનિટ વહેલા આવવાનું રહેશે. યજ્ઞની દરેક પાળીના અંતે કેળવણીકાર દ્વારા 5 મિનિટની પ્રેરણાત્મક સ્પીચ આપવામાં આવશે. શુભકામના યજ્ઞમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તા.24-02-2023 સુધીમાં ગાયત્રી શક્તિપીઠમાં ફોન નં, 0288 (2710041 – 2712988) અથવા મોબાઈલ નં. 9909396606 – 9638227079 પર પોતાના નામની નોંધ કરાવવી. ગાયત્રી શક્તિપીઠના સંપર્ક દ્વારા શાળામાં/છાત્રાલયમાં પણ યજ્ઞનો કાર્યક્રમ ગોઠવી શકાશે.