ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન કૉલેજ, ભાણવડના સંયુક્ત ઉપક્રમે તા. 21/02/2023ના રોજ સવારે 10 કલાકે વિશ્વ માતૃભાષા મહોત્સવ અંતર્ગત `માતૃભાષા મારું ગૌરવ’ નામે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયેલ છે. જેમા માતૃભાષા પર જાણીતા બાઉલ સંગીતના સંશોધક અને કવિ સતીશચંદ્ર વ્યાસ ઉપસ્થિત રહેશે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા `માને ખોળે’ વાર્તાનું વાચિકમ્ રજુ કરવામાં આવશે. આ સાથે વિવિધ ભાષાના ઉત્તમ પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવશે. સમગ્ર કાર્યકર્મનું સંયોજન અકાદમી અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા સાહેબની પ્રેરણાથી કોલેજના અધ્યાપક ડો. જિજ્ઞાબા રાણા દ્વારા કરવામાં આવેલ છે. ભાણવડની સાહિત્યપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા હાર્દીક નિમંત્રણ અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને કૉલેજના આચાર્ય ડૉ. આલોક વાઘેલા દ્વારા પાઠવવમાં આવેલ છે.