જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરની જામનગર 3 (બી)ની રે.સ.નં. 790ની કરોડો રૂપિયાની કિંમતી જમીન બિનખેતી કરવા કાદર સુલેમાન દ્વારા જામનગર કલેક્ટર સમક્ષ બીનખેતી પરવાનગી અરજી કરી હતી, આ અરજી સામે ગુલામમહમદ ઈબ્રાહીમ માડકીયાએ વાંધા અરજી કરી રજુઆત કરી હતી કે, જામનગર શહેરના જામનગર 3(બી)ના રે.સ.નં. 790વાળી ખેતીની જમીન ખેડુ ઘાંચી કાસમ મુસાને દરબારી હકથી પ્રાપ્ત થયેલ હતી.
1951ની 1 નંબરની બુકે પ્રમોલગેશન નોંધ પણ ખેડુ ઘાંચી કાસમ મુસાના નામે થયેલ છે અને વરસાદારમાં પત્ની સારબાઈ અને બે પુત્ર સુલેમાન કાસમ અને હાજી કાસમ તેમજ ત્રણ પુત્રીઓ મરીયમ કાસમ, ખતીજા કાસમ અને રાભીયા કાસમ છે. મુસ્લીમ કાયદા મુજબ ઘાંચી કાસમ મુસાનું અવસાન થતાં જમીનનો તમામ હક્ક હિસ્સો વારસદારને પ્રસ્થાપીત થયેલ છે.
મોટા પુત્ર સુલેમાન કાસમ કુટુંબના વડીલ અને ટ્રસ્ટી તરીકે કામ કરતા હોય અને વ્યવસ્થા ખાતર રેવન્યુ રેકર્ડમાં નામ હોય, અને રેવન્યુ રેકોર્ડમાં ખેડુ ઘાંચી કાસમ મુસાના તમામ વારસદારોના નામ હોય અને મોટા પુત્ર વડીલ તથા ટ્રસ્ટી હોવાનો ગેરલાભ ઉઠાવી પુત્રી મરીયમ કાસમ, ખતીજા કાસમ અને રાભીયા કાસમનો હક્ક નસ્ટ કરી બારોબાર જમીન બીનખેતી કરાવી વેંચી નાખવાની પેરવી કરતા પુત્રીઓએ જામનગરની કોર્ટમાં દાવો કર્યો હોય જેથી જિલ્લા કલેક્ટરે બીનખેતીની અરજી દફ્તરે કરવાનો હુકમ કર્યો છે.
ગુલામમહમદ ઈબ્રાહીમ માડકીયા તરફથી વકીલ ગીરીશ ગોજીયા, સચીન હોરીયા અને ભાવેશ કરંગીયા રોકાયા હતા.
0 Comments
Post a Comment