રાજકીય નેતા સહિત અનેક લોકોની સંડોવણી જયેશ પટેલ સાથે હોવાનો આક્ષેપ: બિલ્ડરની કરોડોની મિલ્ક્ત પચાવી જેયશ પટેલ દ્વારા પચાવી પાડી હોવાનો આક્ષેપ: બે લોકોના મૌખિક નિવેદનોના આધારે મને ફસાવવામાં આવ્યો

જામનગર મોર્નિંગ - જામનગર   

ગુજરાતભરમાં બહુચર્ચિત રહેલા બીટકોઈન મામલા બાદ ચર્ચામાં આવેલી જામનગરની નિશા ગોંડલીયા પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે આ ફાયરિંગ ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે થયું હોવાનો નિશા ગોંડલીયાએ આક્ષેપ કર્યો હતો અને ગંભીર હાલતમાં નિશા ગોંડલિયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચાર શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને ભૂમાફિયા જયેશ પટેલ નિશા ગોંડલીયા પર વારંવાર જીવલેણ હુમલાઓ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનું જણાવ્યું હતું. 

2019ની સાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને આરાધનાધામ વચ્ચેના વિસ્તારમાં આવેલી હોટલ સિદ્ધિ નજીકના મેદાનમાં પોતાની પર ફાયરિંગ થયું હતું એવું જે તે સમયે નિશાએ કહ્યું હતું, આ ફાયરિંગ પ્રકરણનો તપાસ રિપોર્ટ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને તે દરમિયાન નિશા ગોંડલિયાએ સંભવિત ધરપકડ ટાળવા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી, પરંતુ જસ્ટીસ સમીર દવેએ નિશાની જામનીઅરજી ફગાવી દીધી હતી. અને હાઇકોર્ટમાં ફાયરિંગ પ્રકરણમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે નિશાએ એક બિલ્ડર સાથે મળીને પોતાના પર આ ફાયરિંગ કરાવ્યું હતું, તે બિલ્ડરનું નામ જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલો જાહેર થયું હતું. ફાયરિંગ પ્રકરણનો એક આરોપી ઐયુબ હરજાદા એક સમયે આ બિલ્ડરનો ડ્રાઇવર હતો અને ફાયરિંગ પ્રકરણનો એનું એક આરોપી મુકેશ ઉર્ફે મુકલો સિંધી જામનગરનો કુખ્યાત શખ્સ છે. નિશાએ લાલા સાથે મળીને ફાયરિંગની ઘટનાની આ સ્ક્રીપટ લખેલી એવો હાઇકોર્ટમાં પહોંચેલો પોલીસ તપાસ રિપોર્ટ હતો. 

બાદમાં ગઈકાલે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મેળવ્યા બાદ સમગ્ર ઘટના અને તેની પાછળના સત્યને લોકો સમક્ષ મુકવા માટે બિલ્ડર જીતેન્દ્ર ગોરીયા દ્વારા જામનગરની હોટલ કલાતીતમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં તેને અનેક આક્ષેપો કર્યા હતા. 

જેમાં જીતેન્દ્ર ગોરીયાએ જણાવ્યું હતું કે, મારી જમીન પચાવી પડેલ અને તેના વિરુધ્ધ હું કાંઈ પણ બોલી ન શકું તે માટે ખોટી રીતે બીજા કેસમાં ફસાવીને દબાવી રાખવા માંગતા હતા, અને ભૂમાફિયા જયેશ પટેલ અને ધૃતિની નજરમાં શ્રીમંતો, જમીનદારો, બીલ્ડરો, વ્યાપારી તકલીફમાં હોય એવા લોકોને ટાર્ગેટ બનાવી જેયશ ભાડાના માણસો દ્વારા લોકોને ગેર માર્ગે દોરી લોકોને ફસાવી જમીન અને રૂપિયા પડાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ તેને પરિષદ દરમ્યાન જયેશ, ધૃતિ, ધર્મેશ, યશપાલ તથા તેના સાથીદારોની ખોટી વાતોમાં અને સોની કજીયાના નાટકમાં વિશ્વાસ નહીં કરવા અપીલ કરી હતી અને જે લોકો ફસાયા હોય તે હિંમત કરી પોલીસ ફરિયાદ કરો અને મારી જમીન ફ્લેટ અને દુકાનો પચાવી પાડેલ છે હું પણ ફરિયાદ કરવાનો છું તેમ પરિષદ દરમ્યાન જણાવ્યું હતું. 

આરાધના ધામમાં થયેલ ફાયરિંગ પ્રકરણમાં મારુ કનેક્શન હતું નહીં અને મને બે લોકોના મૌખિક નિવેદનોના આધારે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે જેમાં નેતાઓ અને ભાડાના માણસોનો હાથ છે તેવો પણ આક્ષેપ કર્યો હતો. તેમજ નિશા ગોંડલિયાના વખાણ કરતા કહ્યું હતું કે જામનગરની દીકરી નિશા ગોંડલીયા લંડન સુધી જઈ જયેશ સામે બેસીને તમાચો મારી અને સ્ત્રી અપમાનનો જવાબ આપી શકે અને જયેશને રાતોરાત બેલ માર્શલ જેલમાંથી વૉમ્સ વોર્ડ જેલમાં જવું પડે તો આપણે શું કામ આવા લુખ્ખાતત્વોથી ડરીને રહેવું જોઈએ.

તેમજ આગામી દિવસોમાં જેયશ પટેલ તથા તેના સાગરીતો સામે ગુજરાત સરકારને રજુઆત કરશું અને ઉચ્ચ કક્ષાએ કેસને રી ઇન્વેસ્ટીગેશન કરવાની માંગણી કરીશું તેવું પણ ઉમેર્યું હતું. આગળ કહ્યું હતું કે કિરીટ જોશી મર્ડર કેસમાં પણ મહત્વની કડીઓ અને મુદ્દાઓ તથા તપાસ અપવાદ રૂપે બહાર નથી આવેલ તેની પાછળનું કારણ શું છે તે તપાસનો વિષય છે. અને આગામી દિવસોમાં બીજી પ્રેસ કોન્ફોરન્સ યોજી બીટકોઈનના પ્રકરણમાં પણ અનેક ખુલાસા પુરાવા સાથે કરવામાં આવશે, અને જયેશ જોડે રહેલ વેપારી, રાજકારણી તથા લુખ્ખાઓની લેવડ દેવડ જમીનના સોડા ક્યાંથી કેવી રીતે પેમેન્ટ આવેલ કોના હાથમાં આવેલ અને એ પેમેન્ટ ક્યાં માણસોને દબાવીને કઢાવેલ તે તમામ સબુતો સરકાર, પોલીસ, ઈડી, ઇન્કમટેક્ષ અને મીડિયાને આપીશ.

આ તમામ આક્ષેપો બાદ છેલ્લે કહ્યું હતું કે જો મારી હત્યા થાય તો તેના જવાબદાર જયેશ પટેલ, ધૃતિ, ધર્મેશ રાણપરીયા, યશપાલ અને એક રાજકીય નેતા એનું નામ અને બધા પુરાવા પ્રુફ સહિત મેં પેન ડ્રાઈવમાં મારા પુત્ર પાસે રાખેલ છે અને જે તે વખતે અંગત મિત્રો રજુ કરી દેશે.