જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર ફૂટી જવાના મામલે જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ રેલી યોજી વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે, અને જુદા જુદા સાત મુદ્દાઓ રજૂ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા, તેમજ શહેર કોંગ્રેસ દિગુભા જાડેજા ની રાહબરી હેઠળ શહેર જિલ્લા કોંગ્રેસના અનેક કાગેવાનો કાર્યકરો દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી જઈ ભાજપ સરકારમાં વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેત પત્ર રજૂ કરવામાં આવે, તેમજ પેપર ફૂટવા અંગેના કેસો માટે સ્પેશિયલ કોર્ટની રચના કરી એક વર્ષમાં તેની ટ્રાયલ પૂરી કરવામાં આવે, સહિતની વિવિધ સાત જેટલી માંગણીઓ સાથેનું આવેદનપત્ર પાઠવાયું છે.
0 Comments
Post a Comment