જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં મોહનનગર આવાસમાંથી બાતમીના આધારે દરોડો કરી ઈંગ્લીશ દારૂની 108 નંગ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ સપ્લાય કરનાર શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.  

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ મોહનનગર આવાસ બ્લોક નં. 18 રમ નં. 501માં રહેતો બીરેન નેમચંદ ગુઢકા નામનો શખ્સ પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતો હોવાની બાતમી સીટી એ ડિવિઝનના રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળતા દરોડો કરી રૂ. 54,000ની 108 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઈ દારૂની સપ્લાય કરનાર સુમરાચાલીમાં રહેતો નજીર હાસમ ખફી નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ડોડીયા, ખોડુભા જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, વિરેન્દ્રસિંહ જાડેજા અને વિજયભાઈ કાનાણીએ કરી હતી.