● દ્રારકા તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલને લાગ્યા તાળા !
● ફરજ પરના ડોક્ટર હાજર ન રહેતા ઇમરજન્સી સેવાઓ ખોરવાય!
●42 ગામડાઓ વચ્ચેની એકમાત્ર હોસ્પિટલ બંધ રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા
● દ્રારકા તાલુકાની આ હોસ્પીટલનું અદ્યતન બીલ્ડીંગ અને અદ્યતન ડૉકટરી સાધનો હોવા છતા,
ડૉકટર અને નસીઁગ સ્ટાફનાં અભાવે શોભાના ગાઠીયા સમાન.
● ધારાસભ્યની વારંવાર રજુઆતને પણ ધોળીને પી જતા આરોગ્ય વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ !
જામનગર મોર્નિંગ - દ્વારકા (બુધાભા ભાટી)
દેવભૂમિ દ્રારકાનાં દ્રારકા ગામે સરકારી હોસ્પીટલ આવેલ છે. અદ્યતન બીલ્ડીંગ અને ઉતમ મેડીકલી સાધનો ઉપલબ્ધ છે પરંતુ ખાટલે મોટી ખોટ કે કોઈ ડોકટર હાજર રહેતા નથી.
આજ રોજ સવારે આ હોસ્પીટલે તાળા જોવા મલ્યા હતા. 108 દ્રારા ઈમરજન્સી સેવા માટે આવેલ દદીઁઓ પણ રઝડી પડયા હતા. છેલ્લા ઘણા વષોઁથી આ હોસ્પીટલની હાલત આ રીતે કફોડી જ રહેલ છે. ગુજરાતનાં છેવાડે આવેલા અને યાત્રાધામ તરીકે વિખ્યાત પામેલા દ્રારકા ક્ષેત્રને આરોગ્ય સારવારનું ગ્રહણ ઘેરાયેલું જ રહ્યું છે. વારંવારની રજુઆતો બાદ કોઈ એકાદ બે ડોકટરની નિમણૂક થાય છે પરન્તુ ખુબ ટુંકા ગાળા માંજ ફરજ પરનાં ડોકટર બદલી કરાવી લ્યે છે અથવા ગેરહાજર વધુ રહે છે. આરોગ્ય સુધારણાનાં બણગા ફુંકતી સરકારને દ્રારકા તાલુકાનાં દદીઁઓનો અવાજ સંભળાતો જ નથી !
દ્રારકાનાં ધારાસભ્ય પબુભા માણેકે એકાદ માસ પહેલા રાજયનાં આરોગ્ય વિભાગ અને સંબંધીતો ને દ્રારકા સરકારી હોસ્પીટલે ડોકટરો અને નસીઁગ સ્ટાફની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂકો આપવા રજુઆતો કરેલછે પરન્તુ આ હોસ્પીટલે કોઈ ડોકટર કે નસીઁગ સ્ટાફની જગ્યાઓ ભરાયેલ નથી. આમ, ગ્રામ્ય પ્રજાનાં આસરા સમાન એક માત્ર સરકારી હોસ્પીટલ જયારે મરણ પથારીએ છે ત્યારે પ્રજા અને દદીઁઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાં કયારે સુધારો થશે તે પણ કોઈ કહેવા તૈયાર નથી !
દ્રારકા એક યાત્રાધામ હોવાથી અહિં લાખો યાત્રિકો દશૅનાથૅ આવતા હોય ત્યારે અકસ્માત થાય અથવા મેડીકલી ઈમરજન્સી આવી પડે ત્યારે શું થાય ! તે સરકારે વિચારવું જોઈએ! દ્રારકા તાલુકો યાત્રાધામ અને ફરવા લાયક સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત બન્યું પરન્તુ આરોગ્યલક્ષી સેવાઓ માટે હંમેશાની જેમ આજે પણ પછાત અને કંગાળ જ રસ રહ્યુ !
દ્રારકાધીશ મંદિર,નાગેશ્વર દ્રાદશ જોતિલિંગ, શિવરાજપુર બ્લુ ફલેગ બીચ, બેટ-દ્રારકા સીગ્નેચર બ્રીજ વગેરે આ વિસ્તારની શોભા અને ગૌરવ છે. આ તમામ નાં વિકાસ માટે કેન્દ્ર અને રાજય સરકારે કરોડો રુ. ફાળવ્યા અને ફાળવે છે ત્યારે દ્રારકા તાલુકાની અતિ જરૂરિયાત એવી મેડીકલ સારવારનાં એક માત્ર દ્રારકા સરકારી હોસ્પીટલને પુરતો જરૂરી સ્ટાફ કેમ ફાળવાતો નથી તે તો દ્રારકાધીશ જાણે.
0 Comments
Post a Comment