જામનગર મોર્નિંગ - જામનગર
હાલ ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ દરમ્યાન બાજરા સંશોધન કેન્દ્ર જામનગરના સાયન્ટિસ્ટ ડો.કે.ડી.મુંગરા સાહેબના હસ્તે આરબલુસના પ્રગતિશીલ મહિલા ખેડૂત પાયલબેન મનસુખભાઈ કંટારીયા ને ડાંગમાથી વઘઇથી હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર માથી હલકા ધાન્ય પ્રચાર પ્રસાર માટે ડો. હષૅલ પાટીલ સર દ્રારા મોકલેલ સનમાન પત્રકથી મહીલા ખેડૂતને સન્માનિત કરવામાં આવ્યા પાયલબેન મનસુખભાઈ કંટારીયા છેલ્લા ચાર વર્ષ થી હલકા ધાન્ય પાકોની ખેતી કરે છે સાથે સાથે ઘણા નવા પાકો જેવા કે કસાવા, કિનોવા, ચિયાની ખેતી કરી ખેડૂતને માર્ગદર્શન પુરૂ પાડી રહયા છે પાયલબેન ના ફામૅની વિઝીટ ઘણા અધિકારીઓ અને ખેડૂતો દુર દુર થી તેમને મળવા માંટે આવે છે પાયલબેન એક સાહસિક મહિલા ખેડૂત છે હલકા ધાન્યની વાત કરીએ તો નાગલીની ચાર સારી જાતોનુ વાવેતર કરી સારું એવું ઉત્પાદન લે છે સાથે સાથે કાંગ,વરી, કોદરી,ચેનો અને હરિકંગનીનુ વાવેતર કરે છે છેલ્લા ચાર વષૅથી મિલેટના પ્રચાર માટે યુ ટ્યુબ ચેનલ પર માહિતી આપી છે કૃષિ પ્રભાતના માધ્યમ થી ખેડૂતોને માહિતી પુરી પાડે છે.
0 Comments
Post a Comment