જિલ્લામાં વર્ષ ત્રણ વર્ષમાં 491 બહેનોનું કરાયું કાઉન્સેલિંગ
જામનગર મોર્નિંગ - ખંભાળિયા
કેન્દ્ર સરકારના મહીલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પિડીત મહિલાઓને કાઉન્સેલીંગ, રહેઠાણ, પોલીસ સહાય, કાયદાકીય માર્ગદર્શન, તબીબી સહાય પ્રકારની સુવિધા ચોવીસ કલાક વિના મૂલ્યે એક જ સ્થળેથી મળી રહે તેવા ઉમદા હેતુ માટે ભારત સરકાર દ્વારા “SAKHI” One Stop Centre-OSC યોજના અમલમાં મુકવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારી કચેરી અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 1 માર્ચ 2019 થી વર્ષ 2022 સુધીમાં 491 બહેનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.
સખી વન સ્ટોપ સેન્ટર કોઇ પણ પ્રકારની હિંસાથી પિડીત બહેનને 24 કલાક વિનામુલ્યે પાંચ દિવસ સુધી હંગામી આશ્રય પૂરૂ પાડી પિડીતાને કાઉન્સેલિંગ, પોલીસ સહાય, તબીબી સારવાર વગેરે સેવાઓ આપ્યા બાદ કુટુંબમાં પુનઃ સ્થાપન કરવાની સમાધાનકારી મહિલાલક્ષી કામગીરી કરે છે. જે હાલ ખંભાળિયામાં સીવીલ હોસ્પીટલની બાજુમા કાર્યરત છે. જેના ફોન નંબર- 02833-233225 છે. જેનો કોઇ પણ પ્રકારની મુશ્કેલી નિવારણ માટે સંપર્ક કરી શકાય છે.
શારિરીક હિંસા, માનસિક હિંસા, જાતીય હિંસા, ભાવનાત્મક હિંસા, એસિડ એટેક, ઘરેલુ હિંસા, મહિલાઓનો અનૈતિક વ્યાપાર જેવા પ્રકારની હિંસાનો ભોગ બનેલી મહિલાઓ સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ લઇ છે.
0 Comments
Post a Comment