જામનગર મોર્નિંગ - જામનગર 

જયોત ટાવર પાસે એકસીસ બેન્ક નજીક આવેલુ એક ખાનગી વ્યકિતનું ગેરકાયદેસર બાંધકામ છે તેવી ફરીયાદ કોર્પોરેશનની એસ્ટેટ શાખામાં કેટલાક લોકોએ કરી હતી. ત્યારબાદ કોર્પોરેશનની ટીપીઓ શાખા દ્વારા આ બાંધકામ તોડવા નોટીસ આપવામાં આવી હતી પરંતુ બાંધકામ કરનારે આ નોટીસનો ઉલાળીયો કરીને ગેરકાયદે બાંધકામ ન તોડતા કોર્પોરેશન દ્વારા આ બાંધકામ તોડી પાડવામાં આવ્યુ હતું. આ બાંધકામ એસ્ટેટ શાખાના નિતીન દીક્ષીતના વડપણ હેઠળ તોડવામાં આવ્યુ હતું.