ટેક્નોલોજી જેટલી કામ માટે વિકસાવવામાં આવે છે તેટલો જ તેનો ગેરૂપોયગ પણ વધ્યો છે
જામનગર મોર્નિંગ - જામનગર
આર્મી ઓફિસરના નામે સસ્તો સામાન વેચવાની જાહેરાતોથી સાવધાન થવાની જરૂરી છે. આથી હજારો રૂપિયાનો ચૂનો લાગી શકવાની સંભાવના જોવા મળે છે.સમગ્ર દેશમાં જેમ જેમ ટેક્નોલોજી અપગ્રેડ થતી હોય છે, તેમ ફ્રોડ ઠગબાજો પણ અપગ્રેડ થતા જાય છે, જેમાં હાલમાં પણ એક નવો કીમિયો ચાલુ થયો છે. જે નવા કિમીયામાં ઠગબાજો લોકોના ભરોસાનો ગેરઉપયોગ કરે છે અને માનસિક રીતે આવા ઠગબાજો પોતાની વાતોથી સામે વાળાની નબળી નિર્ણય શક્તિનો ગેરફાયદો ઉઠાવીને પોતાનો ખેલ પાડે છે.
આ ઠગબાજોનો આખો ખેલ ટૂંકમાં સમજીએ તો આ ઠગ ટોળકીને ખબર છે કે ભારતના લોકો ઈન્ડયન આર્મી પર પૂરો ભરોસો કરે છે જે વાતનો ફાયદો ઉઠાવી તેઓએ આર્મી ઓફિસરોના નામ અને તેઓના આધાર કાર્ડ, આર્મીનું ઓળખકાર્ડ સહિતના પુરાવા અને ફોટાનો પણ ગેરઉપયોગ કરે છે અને ફેસબુક જેવી અનેક સોશિયલ સાઇટ્સ પર આકર્ષક ઘર વખરીના ફોટા મૂકી સાવ ઓછી કિંમતે વેચવાની જાહેરાત કરે છે અને પોતે આર્મી કે અન્ય સુરક્ષા વિભાગમાં અને બદલી થવાથી બધો સામાન વેચી નાખવાનું લખાણ કરે છે જેથી લોકોને લાલચ જાગે છે.
આર્મી ઓફિસર નું નામ પડે એટલે ઝડપથી ભરોસો કરી લઈએ છીએ અને પછી ફોનમાં વાતો વાતોમાં તમારા માનસને વિચારવાનો સમય આપતા નથી અને પૈસા સૈરવી લ્યે છે અને આ ઠગબાજો ફોન પણ ઉપાડશે જવાબ પણ આપશે જ્યાં સુધી તમારા ખિસ્સાનો ટાર્ગેટ પુરો નહીં થાય ત્યાં સુધી તમને અલગ અલગ બહાના કરી વિવાદિત રાખશે અને પૈસા પે-ટીએમ અથવા અન્ય એપ પર મોકલવાનું કહેશે બાદમાં કોઈપણ બહાનું કરી ને અથવા મોઢે કઈ દેશે કે તમારા પૈસા ગયા અને લોકો તેમનું આર્મીનું ઓળખકાર્ડ માંગશે તો એ પણ ફોટો મોકલશે પરંતુ તમામ ડોક્યુમેન્ટ જેમના હોય છે એ હોય છે આર્મીમેન પરંતુ તેના ડોક્યુમેન્ટનો આવા ધુતારાઓ ઉપયોગ કરતા હોય છે ખુદ એ આર્મીમેન ને પણ ખબર નથી હોતી. જેથી આવા ઠગબાજોથી બચો અને છતાં જો ફસાઈ જાઓ તો ઠગબાજ ને વાતોમાં પરોવી રાખીને પોલીસનો સંપર્ક કરો. અને આ આર્ટિકલ લોકોના હિત માટે મુકેલો છે જો તમને કામનો લાગે તો શેર કરો અને તમારા જાણીતાઓને પણ ચેતવો.
0 Comments
Post a Comment