કાગળ ઉપર બધુ ચાપલુ લખી ફાઇલમાં ગોંધી રાખતા તંત્રને હવે પદાર્થપાઠ ની જરૂર
જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)
જે ગાઇ વગાડી ને કહેવાય છે તે ગરીબોને મળતા સસ્તા અનાજના જથ્થા જે વ્યાજબી ભાવે મળવા જોઇએ તે તેમજ કોરોના કાળમા ખુબ વિતરણ થયાનુ દર્શાવાયુ હજુ ફ્રી વિતરણ સરકાર કરે છે પરંતુ આ વખતનુ પણ ફ્રી વિતરણ અંગેના સમગ્ર માળખાની સરકારી જોગવાઇઓ નિયમો શુ છે તે આ ઝુંબેશ હેઠળ રેકોર્ડ ચકાસાયો તો માળખાઓ તો સમસ્યા ચલાવવા ઘણા છે જેનો અમલ નથી એ બધી સમિતીઓ મૂર્છિત છે અને બધુ તંત્ર હુ તુ ને ફુઇનો રતનીયો જ જામનગરમા ચલાવે છે તેમ અભ્યાસુઓએ જણાવ્યુ છે.જિલ્લાના સરકારી રેકર્ડ મુજબ જિલ્લામાં પુરવઠા વિષયક બાબતો માટે પરિષદ અને સમિતિઓ રચવા સરકારએ ઠરાવેલ છે. જેમાં જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ તેમજ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો) માટે ગ્રામ્ય તકેદારી સમીતી ઉપરાંત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકારમાન્ય વ્યાજબી ભાવની દુકાન) શહેર તકેદારી અને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન) તાલુકા તકેદારી
સમીતી નો સમાવેશ થાય છે.
ઉપરાંત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન) જિલ્લા તકેદારી સમીતી તેમજ તાલુકા નાગિરક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતી જામનગર શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતી તેમજ ખાસ કરીને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીનો સહયોગ લોકો મેળવી શકે છે જિલ્લા કક્ષાએ કાર્યરત સંકલન સમીતીમાં પ્રશ્નોની રજુઆત મેળવી ગ્રાહકોની સમસ્યાનુ નિરાકરણ કરવામાં આવે છે. પુરવઠા વિષયક કામગીરીમાં કોઈપણ કક્ષાએ અડચણ અનુભવાતી હોયતો તે દૂર કરવા માટે ઓન-લાઈન કાર્યક્રમમાં પણ લોકોની સામેલગીરી મેળવવામાં આવે છે. આમ, લોક સમસ્યાના નિવારણ અર્થે એક થી વધારે ફોર્મ ઉપલબ્ધ છે.
હવે આ છે રેકર્ડ ઉપરની વાત પરંતુ જામનગર જિલ્લામાં તો આવુ કંઈજ અમલમાં નથી કેમકે ડીએસઓ તેના પુરવઠા ઇન્સ્પેક્ટરો અને હેડક્લાર્ક જ બધી ગેરરિતીઓ ચલાવે છે નહી તો આટ આટલી કેડર બેઝ સમિતિઓ હોય તો ગરીબોને સસ્તા અનાજ નિયમિત ન મળવા પુરા ન મળવા બગડેલા ન મળવા બીલ ન મળવા વગેરે પ્રશ્ન હલ ન થઇ જાય? તેમ છતાં લોકોની યાતનાના ચિત્કાર બેરા તંત્ર પાસે પહોંચતા નથી તેમ આ ઝુંબેશ દરમ્યાન અગણિત અભિપ્રાય મળ્યા છે.
0 Comments
Post a Comment